બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / birthday celebration of kirtidan gadhvi

ઉજવણી / પત્નીએ ગિફ્ટ કરી કાર, વાઘાણી-અલ્પેશ ઠાકોરે ખવડાવી કેક: જુઓ કીર્તીદાન ગઢવીના બર્થડે સેલિબ્રેશનના PHOTOS

Khyati

Last Updated: 01:14 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિર્તીદાન ગઢવીના 47માં જન્મદિવસની ખાસ ઉજવણી, પરિવાર અને નજીકના મિત્રો સાથે જન્મદિવસ ઉજવ્યો

  • લોકડાયરાના સમ્રાટ કિર્તીદાન ગઢવીનો જન્મદિવસ
  • સોશિયલ મીડિયામાં જોવા મળી ઉજવણીની તસવીરો
  • કેક કટિંગમાં રાજકીય નેતાઓ પણ રહ્યા હાજર 

ગુજરાતી સંગીત જગતમાં વિદેશીઓને પણ ડોલાવનાર એવા ગાયક કિર્તીદાન ગઢવીએ 47મો જન્મદિવસ ઉજવ્યો.  કિર્તીદાન ગઢવી ગુજરાતીઓના દિલમાં ખાસ  સ્થાન ધરાવે છે. તેઓના જન્મદિવસે ઇન્ડસ્ટ્રીના લોકો સહિત શુભેચ્છોએ તેમને વર્ષગાંઠની શુભકામના પાઠવી હતી. કીર્તિદાન ગઢવીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર જન્મદિવસની ઉજવણીની અને પત્નીએ આપેલી ગિફ્ટની તસવીરો શેર કરી છે. જેમાં તેઓ રાજકીય નેતાઓ, મિત્રો તથા પરિવાર સાથે બર્થ ડે સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા.

જીતુ વાઘાણીની હાજરીમાં કેક કટ કરી

કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ જોવા મળ્યા. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર સહિત કેટલાક રાજકીય આગેવાનોની હાજરીમાં રાત્રે 12 વાગે કેક કટ કરી હતી. 

 

જિગ્નેશ દાદાના લીધા આશીર્વાદ 

કીર્તિદાન ગઢવી રાજકોટમાં રહે છે અને કથાકાર જીગ્નેશ દાદા તેમને જન્મદિવસની શુભકામના આપવા તેમના ઘરે ગયા હતા. આ દરમિયાન તેમણે કેક કટ કરી હતી અને બંને વચ્ચે ખૂબ વાતચીત પણ થઈ હતી.  જીગ્નેશ દાદાએ પણ તેમના ઈન્સ્ટાગ્રામ પર કીર્તિદાન ગઢવીના જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી  હતી અને ગુજરાતીમાં શુભેચ્છા પાઠવતા લખ્યું હતુ કે 'જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ'.

 

પત્નીએ ગિફ્ટ કરી કાર

કીર્તિદાન ગઢવીને જન્મદિવસ તેમની પત્નીએ દમદાર ગિફ્ટ આપીને વધુ યાદગાર બનાવ્યો હતો. તેમની પત્નીએ સોશિયલ મીડિયામાં ગિફ્ટ અંગેનો ફોટો શેર કરતા લખ્યુ હતુ કે કીર્તિ માટે જન્મદિવસની ભેટ કારણ કે તેમને કાર ખૂબ જ ગમે છે. મહત્વનુ છે પત્ની સોનલ ગઢવીએ તેઓને ટોયોટા કાર ગિફ્ટ કરી હતી. દિકરા અને પરિવારજન સાથે કારના ચાંદલા કરીને પૂજા કરતા ફોટો પણ શેર કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ