બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Biporjoy impact in Ahmedabad, heavy rain in these areas, cold weather

બઘડાટી / બિપોરજોયની અમદાવાદમાં અસર, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાતાવરણ ઠંડુગાર

Vishal Khamar

Last Updated: 07:13 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે સાંજનાં સુમારે અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

  • અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ
  • ભારે પવન સાથે છવાયો વરસાદી માહોલ
  • વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મેળવી

 બિપોરજોય વાવાઝોડાને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. ત્યારે સાંજે એકાએક ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. એકાએક ભારે  પવન વરસાદ વરસવાનું શરૂ થતા લોકોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી. શહેરમાં પડેલ વરસાદી ઝાપટાએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. 

શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ 
 અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાને પગલે શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ જવા પામ્યો હતો. જેમાં લોકોની અવર જવરથી ધમધમતા એસ.જી.હાઈવે. બોડકદેવ તેમજ માનસી સર્કલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

દેવભૂમિ દ્વારકાથી 270 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ પર વાવાઝોડું
બિપોરજોય વાવાઝોડું ઉત્તર પૂર્વ દિશા તરફ વધશે આગળ વધશે.  હાલ બિપરજોય જખૌ બંદરથી લગભગ 260 કિમી દૂર છે.  વાવાઝોડાની સ્થિતીમાં હાલ કોઈ બદલાવ નહીં. આવતીકાલે સાંજે 5 વાગ્યે વાવાઝોડું જખૌ નજીક ટકરાશે. દેવભૂમિ દ્વારકાથી 270 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ પર વાવાઝોડું.  નલિયાથી લગભગ 280 કિમી, પોરબંદરથી 330 કિમી પશ્ચિમે પહોંચ્યુ. પાકિસ્તાનના કરાચીથી 340 કિમી જેટલા અંતરે વાવાઝોડું છે.  હાલની સ્થિતિથી ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે બિપોરજોયજખૌ નજીક માંડવી અને કરાચી વચ્ચેના કાંઠા વિસ્તારમાં ટકરાશે.  આવતીકાલે 125-135 કિમીની પવનની ઝડપ 150 કિમી સુધી પહોંચી શકે છે.  આજે મોડી રાત સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. 
16 તારીખે સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ઝડપ 85થી 105 સુધી રહી શકે
કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં રહેશે વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે જુનાગઢ, મોરબી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.  આવતીકાલે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદ થશે.  પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા છે.  16 અને 17 જૂને ઉત્તર ગુજરાત અને દક્ષીણ રાજસ્થાનમાં વરસાદ થશે. આવતીકાલે બપોર બાદ મોડીરાત સુધી અતિભારે પવન ફુંકાવાની શક્યતા છે. 125-135 કિમીની ઝડપથી 150 કિમી સુધીની ઝડપે પવન ફુંકાશે.  દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોની અવર-જવર પર લગાવાયો પ્રતિબંધ છે.  માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચનો અપાયા છે.  16 તારીખે સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ઝડપ 85થી 105 સુધી રહી શકે છે.  સૌરાષ્ટ્ર ઝોનના અન્ય જિલ્લાઓમાં પવનની ઝડપ 55થી 75 સુધી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ