બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Bihar News Argument, firing and mass murder Four people died in a brawl over parking

બિહાર / ઝઘડો, ફાયરિંગ અને ભીડહત્યા...: પાર્કિંગને લઈને થયેલી મગજમારીમાં ચાર લોકોના મોત

Megha

Last Updated: 02:41 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar News: બિહારના ઔરંગાબાદ જિલ્લામાં કાર પાર્કિંગને લઈને બે પક્ષો વચ્ચેના વિવાદમાં ચાર લોકોના મોત થયા હતા, જેમાંથી ત્રણ ઝારખંડના રહેવાસી હતા.

  • બિહારના ઔરંગાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 
  • કાર પાર્કિંગને લઈને બે પક્ષો વચ્ચેના વિવાદમાં ચાર લોકોના મોત થયા. 
  • કાર સવારે પિસ્તોલ કાઢીને દુકાનદાર પર ગોળીબાર કર્યો હતો

અત્યારે એવો સમય છે કે દરેક નાની વાતો માટે લોકો એકબીજા સાથે બોલાચાલી કરવા લાગે છે અને આ બોલાચાલી મોટાભાગે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે. 

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં કાર પાર્કિંગને લઈને બે પક્ષો વચ્ચેના વિવાદમાં ચાર લોકોના મોત થયા હતા, જેમાંથી ત્રણ ઝારખંડના રહેવાસી હતા. ઔરંગાબાદના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના નબીનગર વિસ્તારમાં બની હતી જ્યાં એક દુકાનદારે તેની દુકાનની સામે કાર પાર્ક કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. 

કારમાં ચાર લોકો બેઠા હતા. એ સમયે દુકાનદાર અને કારચાલક વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ કે કાર સવારે પિસ્તોલ કાઢીને દુકાનદાર પર ગોળીબાર કર્યો હતો. જો કે ગોળી દુકાનદારને વાગી ન હતી, પરંતુ તેની પાસે ઉભેલા એક વ્યક્તિને લાગી હતી. ગોળી લાગવાથી એ વ્યક્તિનું મોત થયું હતું જે બાદ બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને કાર સવારોને પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું. 

આ સમગ્ર ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના પણ મોત થયા છે, જ્યારે બેની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલામાં કુલ 4 લોકોના મોત થયા છે.

વધુ વાંચો: જનેતાનો દેહ ચિતા પર ત્રણ દીકરીઓ પૈસા માટે ઝઘડી! સ્મશાન પર 9 કલાક ચાલ્યો ડ્રામા

પાર્કિંગ વિવાદને લઈને આ બનાવની જાણ થતા જ નબીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઝઘડો શાંત પાડ્યા બાદ પોલીસે ચારેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો પલામુના હૈદરનગરના રહેવાસી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ