બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Biggest news regarding Bhavnagar dummy candidate scam

એક્શન / ડમી ઉમેદવાર કૌભાંડ: બિપિન ત્રિવેદી હવે પોલીસના સંકજામાં, થઇ શકે છે ચોંકાવનારા ખુલાસા

Malay

Last Updated: 09:08 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડમી ઉમેદવાર કૌભાંડ મામલે SITને મોટી સફળતા મળી છે. ટીમે સિહોરથી બિપિન ત્રિવેદીને ઝડપી લીધો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સતત બિપિન ત્રિવેદીની શોધખોળ કરી રહી હતી.

 

  • ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલો
  • ડમી ઉમેદવાર મામલે વધુ આરોપીઓ ઝડપાયા
  • SITએ બિપીન ત્રિવેદીને ટીમે ઝડપી લીધો

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. SITએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીની અટકાયત કરી છે. બિપિન ત્રિવેદીની સિહોરથી અટકાયત કરવામાં આવી છે. બિપિન ત્રિવેદીની અટકાયત થતાં યુવરાજસિંહ સામે આક્ષેપોનો ખુલાસો થશે.

Revelations about teacher Bipin Trivedi who accused student leader Yuvraj Singh

બિપિનને સિહોરથી ઝડપી લીધો
ભાવનગર SITએ કરાઈ એકેડમીમાં PSIની ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની ધરપકડ કર્યા બાદ હવે બિપિનને સિહોરથી ઝડપી લેવામાં આવ્યો છે. સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિપિન ત્રિવેદીને લઈને શાળાના પ્રિન્સિપાલે VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડીયાથી બિપિન ત્રિવેદી શાળાએ આવ્યો નથી. તેમજ સરકારી શિક્ષક હોવા છતા બિપિન ખાનગી કોચિંગ સેન્ટરમાં લેક્ચર આપતો હતો. યુવરાજસિંહ પર આરોપ લગાવનાર બિપિન ત્રિવેદી સરકારી શાળામાં શિક્ષક હોવા છતા 2 ખાનગી ક્લાસિસમાં લેક્ચર આપી કમાણી રોળતો હતો. ભાવનગરના પંકજ જોશી અને યુવા કરિયર અકેડમીમાં તે લેક્ચરર હોવાનું બહાર આવ્યું હતું. 

2 દિવસ અગાઉ વીડિયો થયો હતો વાયરલ
જેને પગલે VTVની ટીમ કામિનિયાનગરની શ્રી યુવા કરિયર અકેડમીમાં પહોંચી હતી. આ દરમિયાન છેલ્લા 10 દિવસથી બિપિન ત્રિવેદી કોચિંગ સેન્ટર ન આવતો હોવાનું બહાર આવ્યું હતું. મહત્વમુ છે કે બિપિન ત્રિવેદીનો બે દિવસ અગાઉ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.

વીડિયોમાં યુવરાજસિંહ પર લગાવ્યા હતા આક્ષેપ
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.' 

ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા રૂપિયાઃ બિપિન ત્રિવેદી
પ્રદીપ બારૈયા નામના આરોપીનું નામ સામે આવવાનું હતું. પરંતુ ઘનશ્યામ, બિપિન, પ્રદીપ, શિવુભા, કાનભા અને યુવરાજસિંહની બેઠક થઈ હતી છે અને ડીલ 55 લાખમાં થઈ હતી. આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા. 

યુવરાજસિંહે તમામ આરોપોને ગણાવ્યા હતા પાયાવિહોણા
જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. યુવરાજ સિંહે VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુલાકાત તમામ સાથે થઈ છે. હું એવું નથી કહેતો કે હું બિપિનભાઈને ઓળખતો નથી. હું બિપિનભાઈને ઓળખું પણ છું. બિપિનભાઈની સાથે પણ મુલાકાત થઈ છે. જે તમે નામ આપ્યા તેમની સાથે પણ મુલાકાત થઈ છે. પરંતુ મુલાકાતનો મતલબ એ નથી કે કોઈ જગ્યાએ લેતી દેતી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, તેનો મુખ્ય વિસ્તાર છે દેવગડા અને જે આખુ પ્રકરણ સામે આવ્યું છે તે દેવગડાથી સામે આવ્યું છે. એટલે જોવા જઈએ કે આમાં એના સમાજના વ્યક્તિઓના નામ આવ્યા. એટલે અમુક વાતને મેન્યુપ્યુલેટ કરવા માટે, અમુક વાતને ડાયવર્ટ કરવા માટે આ ષડયંત્રો ચાલી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ