બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big update on Cyclone Biperjoy, now the direction of the cyclone will not change

આગાહી / હવે વાવાઝોડાની દિશા નહીં બદલાય: 15 જૂને ગુજરાતમાં આફત બની ત્રાટકશે, 135ની ઝડપે ફૂંકાશે પવન

Malay

Last Updated: 04:05 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone Update: બિપરજોય વાવાઝોડાને લઈને મોટી અપડેટ, હવે વાવાઝોડાની દિશા બદલાશે નહીં, વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાશે.

 

  • વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી
  • "15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે"
  • "માંડવી અને કરાચી વચ્ચે વાવાઝોડું ટકરાઈ શકે"

બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સર્જાઈ છે. બિપોરજોય વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે વાવાઝોડાની દિશા હવે નહીં બદલાય. હવામાન વિભાગની અત્યારની માહિતી પ્રમાણે ગુજરાતને વાવાઝોડાની અસર થશે. આગામી 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાશે. અત્યારે વાવાઝોડું 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.

5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 જૂનની રાતથી જ દરિયામાં વાવાઝોડાની ભારે અસર દેખાશે. કચ્છ, પોરબંદર અને જામનગરમાં અસર દેખાશે. અત્યારે વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 360 કિમી, કચ્છના નલિયાથી વાવાઝોડું 440 કિલોમીટર દૂર છે. વાવાઝોડાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 

15 અને 16 જૂને વરસાદને લઈને રેડ એલર્ટ
કચ્છના દરિયાકિનારા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરાઈ છે. આ વાવાઝોડાને પગલે લોકોમાં ભારે ભય ફેલાયો છે અને દરિયાકિનારાના લોકોએ પૂજા-ઉપાસનાઓથી દરિયાદેવને ખમ્મા કરવાની ગળગળા સાદે પ્રાર્થના શરૂ કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું વધુને વધુ વિકરાળરૂપ લઈ રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગે તા 15 અને 16 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. રાજ્ય સરકાર સતત સ્થિતિનું ઝીણવટભરી રીતે અવલોકન કરી રહી છે. તો બીજી બાજુ બિપરજોય વાવાઝોડાના પગલે દરિયો ગાંડોતુર બન્યો છે. જેના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આ્યવ્ય ચે.  

હવામાન વિભાગનું અત્યારનું અપડેટ 
- સૌરાષ્ટ્ર-કચ્છમાં આગળના 5 દિવસ વરસાદ રહેશે
- ગુજરાતમાં 14 જૂનથી વરસાદ શરૂ થશે
- અત્યારે છૂટોછવાયો વરસાદ ગુજરાતમાં થશે
- 15 અને 16 જૂને ભારે વરસાદ થઈ શકે
- પોરબંદરથી 320 કિલોમીટર વાવાઝોડું દૂર
- દ્વારકાથી વાવાઝોડું 360 કિલોમીટર દૂર
- જખૌ અને નલિયાથી 440 કિલોમીટર વાવાઝોડું દૂર
- ઉત્તર દિશામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે
- 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધશે
- માંડવી અને કરાચીમાં વિલય થશે 
- જખૌ પાસેથી વાવાઝોડું પસાર થશે
- 14 અને 15 જૂને ભારે વરસાદ થશે
- કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ થશે
- જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું
- દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલની ચેતવણી
- અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું
- દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા
- 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિ વધશે
- માછીમારોને 16 જૂન સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી
- 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે
- વાવાઝોડું આવવા સમયે પવન 125થી 135ની ઝડપે ફૂંકાશે
- અત્યારે 7 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે
- અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા
- 14 અને 15 જૂને અમદાવાદમાં પણ ભારે વરસાદ આવશે


 

સંકળાયેલા મુદ્દાઓ

Big update Cyclone Biperjoy બિપોરજોય વાવાઝોડું મોટી અપડેટ વાવાઝોડા હવામાન વિભાગ Biporjoy Cyclone Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ