બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Big update in Kheda Sirup scandal, crime registered against five persons after 48 hours, main accused Yogesh Parumal Sindhi of Nadiad

કાર્યવાહી / ખેડા સિરપકાંડમાં મોટું અપડેટ, 48 કલાક બાદ પાંચ શખ્સો સામે ગુનો દાખલ, મુખ્ય આરોપી નડિયાદનો યોગેશ પારૂમલ સિંધી

Vishal Khamar

Last Updated: 05:44 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા સીરપ કાંડ મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ઘટનાને 48 કલાક વીતી ગયા બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. નડીયાદ પોલીસે પાંચ શખ્શો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ખેડામાં સિરપકાંડ મામલે અંતે ફરિયાદ નોંધાઈ
  • નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીઆઈ બન્યા ફરિયાદી
  • પોલીસે પાંચ આરોપીઓ સામે નોંધી ફરિયાદ

ખેડામાં સિરપથી થયેલ મોત મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ આખરે 48 કલાક બાદ ફરિયાદ નોંધાવા પામી હતી. સિરપ કાંડ મામલે પોલીસને ફરિયાદી ન મળતા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીઆઈને ફરિયાદ બનાવ્યા હતા. ફરિયાદમાં 3 ને ગંભીર શારીરીક નુકશાન અને 5 લોકોના મોતને લઈ ફરિયાદ નોંધવામા આવી છે.

આ સમગ્ર મામલે પોલીસે નડિયાદનાં 1, વડોદરાનાં 2, બિલોદરાનાં 2 સહિત કુલ 5 શખ્શો સામે ફરિયાદ નોંધી છે. ત્યારે મુખ્ય આરોપી તરીકે નડિયાદનાં સપ્લાયર યોગેશ પારૂમલ સિંધી સામે ફરિયાદ નોંધી છે. જ્યારે કરિયાણાનાં વેપારી કિશનનાં સગાભાઈ કિશોર સોઢા અને ઈશ્વર સોઢા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. વડોદરાથી જથ્થો પૂરો પાડનાર નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી સામે નડીયાદ ગ્રામ્ય પોલીસે ઈપીકો કલમ  304,308,328,465,468,471,274,275-2,76,34 અને 201, પ્રોહિબિશન એક્ટ  65 એ મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે હાલ પાંચમાંથી કિશોર, ઈશ્વર અને યોગેશને પહેલેથી જ રાઉન્ડઅપ કર્યા હતા. ભાવેશ સેવકાણી અને નીતિન કોટવાણીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. 

ખેડા જિલ્લામાં 5 લોકોના સીરપના કારણે મોતનો મામલો 
 
નશીલા સિરપથી 5 લોકોનાં મોત મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને 3 લોકોની અટકાયત કરી છે. પોલીસે યોગેશ સિંધી, કિશોર સોઢા અને ઇશ્વર સોઢાની અટકાયત કરી છે. હાલ તો પોલીસ નશીલા સિરપ મામલે ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરી રહી છે.એમાં પણ સિરપ વેચનાર નારાયણ સોઢાની જેને પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરી છે તે કોઈ બીજુ નહીં પણ ભાજપનો નેતા નીકળ્યો છે. જેથી મામલો વધુ ગરમાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ