બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big tragedy in Uttarakhand: Under-construction tunnel collapses in Uttarkashi, more than 50 workers trapped, rescue operation started

BIG BREAKING / ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ તૂટી, 50થી વધુ શ્રમિકો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Megha

Last Updated: 11:58 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરકાશી જિલ્લામાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ રવિવારે વહેલી સવારે અચાનક તૂટી ગયો હતો. જેમાં આશરે 50થી વધુ શ્રમિકો ફસાયા છે.

  • ઉત્તરાખંડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે
  • ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન ટનલ તૂટી ગઈ  
  • અકસ્માતમાં ડઝનબંધ મજૂરો ફસાયા હોવાની આશંકા  

ઉત્તરાખંડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં નિર્માણાધીન ટનલ તૂટી ગઈ છે. આ અકસ્માતમાં ડઝનબંધ મજૂરો ફસાયા હોવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવયુગ કંપની બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી ટનલ બનાવી રહી હતી. આ ટનલ અચાનક તૂટી ગઈ છે. 

માહિતી મળતાની સાથે જ ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી રાહત અને બચાવ ટુકડીઓને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો ભૂસ્ખલનને કારણે આ દુર્ઘટના બની હતી. ટનલની અંદર ફસાયેલા કામદારોને ઓક્સિજન પાઈપ દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. 

રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરકાશી જિલ્લામાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ વચ્ચે નિર્માણાધીન ટનલનો એક ભાગ રવિવારે વહેલી સવારે અચાનક તૂટી ગયો હતો. આ અકસ્માતમાં ત્યાં કામ કરતા 50 જેટલા કામદારો અંદર ફસાઈ ગયા હતા. આ મામલાના સંદર્ભમાં, પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સવારે લગભગ 4 વાગ્યે સિલ્ક્યારા તરફ થયો હતો જ્યારે સાડા ચાર કિલોમીટર લાંબી નિર્માણાધીન ટનલનો લગભગ 150 મીટર ભાગ તૂટી ગયો હતો. ઉત્તરકાશીની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત અને બચાવ કામગીરીની કમાન સંભાળી લીધી.

રાહત કાર્ય ચાલુ છે
પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ફાયર બ્રિગેડ, ઈમરજન્સી 108 અને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) ના કર્મચારીઓ, જે ટનલનું નિર્માણ કરી રહી છે, તે પણ સ્થળ પર બચાવ કાર્યમાં વ્યસ્ત છે. ચાર ધામ રોડ પ્રોજેક્ટ હેઠળ આ ઓલ-વેધર ટનલના નિર્માણથી ઉત્તરકાશીથી યમુનોત્રી ધામ સુધીની મુસાફરીમાં 26 કિલોમીટરનો ઘટાડો થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Uttarkashi Tunnel Collapse uttarakhand news uttarkashi uttrakhand ઉત્તરકાશી ઉત્તરાખંડ ઉત્તરાખંડ ન્યુઝ નિર્માણાધીન ટનલ તૂટી રેસ્ક્યૂ ઓપરેશન Uttarkashi Tunnel Collapse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ