બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Big news regarding shortage of urea fertilizer in Gujarat, Modi government has announced aid, see what

તકલીફનો અંત / ગુજરાતમાં યુરિયા ખાતરની અછત મામલે મોટા સમાચાર, મોદી સરકારે કરી સહાયની જાહેરાત, જુઓ શું

Vishal Khamar

Last Updated: 05:55 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં યુરિયા ખાતરની અછત મામલે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર ગુજરાતને વધારાનો યુરીયા ખાતરનો જથ્થો આપશે. તેમજ કેન્દ્ર સરકાર ગુજરાતને વધારાનો 15 હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો આપશે.

  • રાજ્યમાં યુરિયા ખાતરની અછત મામલે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
  • કેન્દ્ર સરકાર ગુજરાતને વધારાનો યુરીયા ખાતરનો જથ્થો આપશે 
  • ગુજરાતમાં સારા વરસાદના કારણે વાવેતરમાં વધારો 

રાજ્યમાં યુરિયા ખાતરની અછત મામલે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કેન્દ્ર સરકાર ગુજરાતને વધારાનો યુરીયા ખાતરનો જથ્થો આપશે. તેમજ કેન્દ્ર સરકાદ ગુજરાતને વધારાનો 15 હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો આપશે. ત્યારે રાજ્ય સરકાર પાસે હાલ 2.55 લાખ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યને ફાળવાયેલા કુલ 8.61 લાખ મેટ્રિક ટનમાંથી 6.22 લાખ મેટ્રિક ટનનો ઉપયોગ થયો છે. ગુજરાતમાં સારા વરસાદનાં કારણે વાવેતરમાં વધારો થયો છે. સારા વરસાદથી વાવેતર ગત વર્ષ કરતા ચાલુ વર્શે 61 ટકા થયું છે. 

એસ.જે સોલંકી (કૃષિ નિયામક)

યુરિયા ખાતરની સંગ્રહ ખોરી ન થાય તે માટે તંત્ર સજાગ
યુરીયા ખાતરનાં જથ્થાને લઈને કૃષિ નિયામક એસ.જે.સોલંકીએ જણાવ્યું હતું કે,  એના માટે પણ અમારા જીલ્લાનું વહીવટી તંત્ર પણ સજાગ છે. તેમજ તેનું ડાયવર્ઝન ન થાય તે માટે પણ સતત કાર્યવાહિ ચાલુ છે. અને છેલ્લા ત્રણ મહિનામાં 12 જેટલી એફઆઈઆર કરી છે તેમજ 11 જેટલી એફઆઈઆર પ્રગતિમાં છે. ત્યારે યુરિયા ખાતરની સંગ્રહ ખોરી પણ ન થાય તે માટે પણ તંત્ર સજાગ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ