બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news for the agricultural power holders of Gujarat, the government has extended the tenure of this scheme

ગાંધીનગર / ગુજરાતના ખેતલક્ષી વીજધારકો માટે મોટા સમાચાર, સરકારે આ યોજનાની મુદતમાં કર્યો વધારો

Malay

Last Updated: 11:45 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhingar News: ખેડૂતો માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો, 31 ઓગસ્ટ સુધી યોજનાની મુદતમાં કરાયો વધારો.

 

  • રાજ્યના ખેતલક્ષી વીજધારકો માટે મોટા સમાચાર
  • સરકારે આ યોજનાની મુદતમાં કર્યો વધારો
  • 31 ઓગસ્ટ સુધી યોજનાની મુદતમાં કરાયો વધારો

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે. રાજ્યના ખેડૂતોને રાહત આપતો ઊર્જા વિભાગે નિર્ણય કર્યો છે. ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં ફરી એકવાર વધારો કરાયો છે, 
6 એપ્રિલ 2023 સુધીમાં રજીસ્ટર કરનારને વધારાની તફાવતની રકમ ભરવામાં મુક્તિ અપાઈ છે. કિસાન સંઘની રજૂઆતના પગલે સરકારે ફરી સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો કર્યો છે. 

દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત : જુના ભાવે મળતું રહેશે ખાતર, સરકાર જાહેર  કરી 60,939 કરોડની સબસિડી| cabinet decision modi government will increase  fertilizer subsidy to give relief ...
ફાઈલ ફોટો

કિસાન સંઘની રજૂઆતના પગલે સરકારનો નિર્ણય 
ખેડૂતો માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો કરાયો છે. 31 ઓગસ્ટ સુધી યોજનાની મુદતમાં વધારો કરાયો છે. ખેતીના વીજ જોડાણને નિયમિત કરવા અંગેની યોજનાની મુદતમાં વધારો કરાયો છે. જેમાં 6 એપ્રિલ 2023 સુધીમાં રજીસ્ટર કરનારને વધારાની તફાવતની રકમ ભરવામાં મુક્તિ અપાઈ છે. આપને જણાવી દઈએ કે, આ સમય મર્યાદામાં સતત ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ યોજના વર્ષ 2022માં અમલમાં મુકાઈ હતી. 

ખેડૂતો માટે ગુડ ન્યૂઝઃ ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, કૃષિ વીજ જોડાણો બાદ  ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ | The government has taken an important  decision for the ...
ફાઈલ ફોટો

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના શું છે?
- ખેતીના વીજ જોડાણને નિયમિત કરવા અંગેની આ યોજના વર્ષ 2022માં અમલમાં મુકાઈ હતી. 
- આમાં ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા ગ્રાકરો અરજી કરી શકે છે.
- અરજી કર્યા પછી રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવશે.
- જો વીજ ભાર જાહેર કર્યો હોય તેના કરતા વધુ હશે તો એક માસમાં ગ્રાહકે નાણા ભરપાઇ કરવાના રહેશે. 
- જો નિયત સમય મર્યાદામાં ગ્રાહક નાણા ભરપાઇ ના કરે તો તો યોજનાનો લાભ મળવી શકશે નહીં
- વીજ કંપની દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.  
- વીજ ભાર ચેક કર્યા પછી વાસ્તવિક વીજ ભાર વધુ હોય તો ગ્રાહકે વર્તમાન મોટી મોટરના બદલે નાની મોટર સ્થાપવાની રહેશે. 
- નાની મોટર સ્થાપિત કર્યા બાદ ગ્રાહકે આ અગેની લેખિતમાં જાણ સબ ડિવિઝનને કરવાની રહેશે. 
- જો ગ્રાહકનું વીજ કંપનીનું કોઇપણ લેણુ બાકી હશે તો તે યોજનાનો ગ્રાહક લાભ લઇ શકશે નહીં. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ