બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Big news for Rajkot and Porbandar Lok Mela extended after presentations

કરો મોજ / રાજકોટ અને પોરબંદરવાસીઓ માટે મોટા સમાચારઃ રજૂઆતો બાદ લોકમેળો લંબાવાયો, જાણો કઇ તારીખ સુધી

Kishor

Last Updated: 11:40 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની મુદત અને રાજકોટ લોકમેળોની મુદતમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

  • રાજકોટ લોકમેળો એક દિવસ લંબાવાયો
  • રાજકોટ કલેક્ટરે કરી જાહેરાત
  • પોરબંદરમાં પણ જન્માષ્ટમીના લોકમેળાની મુદત વધારી

સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં લોકમેળાનું આગવું મહત્વ આજે પણ અકબંધ રહ્યું  છે. ત્યારે સાતમ - આઠમના તહેવાર નિમિતે રાજકોટ અને પોરબંદરના આંગણે યોજાતા ભાતીગળ મેળામાં ગામડે-ગામડેથી માણસો ઉમટી પડતાં હોય છે. જે ને લઈને આ બંને મેળાની અનોખી લોકપ્રિયતા છે. તેવામાં લોકોની ભીડને ધ્યાને લઇને રાજકોટ લોકમેળા અને પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની મુદતમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. 

પોરબંદર-રાજકોટ લોકમેળો એક દિવસ લંબાવાયો

રંગીલા રાજકોટના મશહૂર આઝાદી કા અમૃત લોકમેળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રેસકોર્સ મેદાનના આંગણે ગત 17 ના રોજ ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ લોકમેળામાં બરોબરનો માહોલ જામ્યો છે. જેમાં ખાસ કરીને સાતમ - આઠમનાં રોજ લાખો લોકોએ ઉમટી પડી મેળાની મોજ માણી હતી.જેને લઈને ધંધાર્થીઑને પણ સારો વેપાર થયો હતો. જન્માષ્ટમીના પર્વે સાડા ચાર લાખ લોકોએ લોકમેળો માણ્યો હતો.રાઈડસ,ખાણીપીણી,રમકડાં સહીત સ્ટોલ્સ હાઉસફૂલ જોવા મળ્યા હતા. જેથી રાજકોટની જનતા માટે મોટા સમાચાર સમાન રાજકોટ લોકમેળોને એક દિવસ લંબાવવામાં આવ્યો છે. જે અંગે રાજકોટ કલેક્ટરે જાહેરાત કરી હતી. મહત્વનું છે કે લોકો દ્વારા મળી રહેલ રજૂઆતોને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે લોકમેળો 22 ઓગસ્ટ સુધી ચાલશે. એજ રીતે પોરબંદરમાં પણ જન્માષ્ટમીના લોકમેળાની મુદત વધારાઇ છે. મેળામાં આવેલ ધંધાર્થીઓના હિતમાં પાલિકાએ નિર્ણય લીધો છે હવે 23 ઓગસ્ટ સુધી પોરબંદરમાં લોકમેળો ચાલશે.

મેળામાં આવેલ ધંધાર્થીઓના હિતમાં નિર્ણય

મહત્વનું છે કે કોરોના મહામારીના બે વર્ષ બાદ લોકમેળો યોજાયો હોવાથી લોકો મોટી સંખ્યામાં મોજ માણી રહ્યા છે. ઉપરાંત કોરોનાને લીધે મેળાના ધંધાર્થીઑને પણ ઘરે બેસવાનો વારો આવ્યો હતો. આથી તમામના હિતમાં તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ