બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Big news for Ahmedabad: AMTS-BRTS minimum fare hike from today

મોંઘવારીનો વધુ એક ડામ / અમદાવાદીઓ માટે માઠા સમાચાર: આજથી AMTS-BRTSના લઘુતમ ભાડામાં વધારો ઝીંકાયો

Malay

Last Updated: 04:14 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: આજથી AMTS-BRTSમાં લઘુતમ ભાડું રૂ.5 કરાયું છે. મનપસંદ પાસના એક મહિનાના રૂ.1000 અને ત્રણ મહિનાના રૂ.2500 ચૂકવવા પડશે.

 

  • AMTS અને BRTSમાં આજથી ભાડાવધારો અમલ
  • AMTS અને BRTSમાં મહત્તમ ભાડું રૂ.30 થયું
  • મનપસંદ ત્રિમાસિક પાસમાં રૂ.500નો વધારો

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ એવી AMTS અને BRTSમાં આજથી ભાડાવધારો અમલમાં આવી ગયો છે. AMTS અને BRTSમાં છેલ્લાં 10 વર્ષથી ભાડાવધારો કરાયો ન હતો. તંત્ર દ્વારા કરાયેલા ભાડાવધારા મુજબ AMTS અને BRTSમાં પેસેન્જર્સને રૂ.5નું લઘુતમ ભાડું આજથી ચૂકવવું પડશે, જે આ અગાઉ 3 રૂપિયા હતું. AMTS અને BRTSમાં મહત્તમ ભાડું રૂ.30 થયું છે. 

લ્યો આ ભાવવધારો તો બાકી જ રહી ગયો'તો, ઘરની બહાર નીકળવું જ થઈ જશે મુશ્કેલ,  AMC લઈ શકે છે મોટો નિર્ણય | With the rise in international crude oil and  gas prices,

AMTS અને BRTSમાં છ સ્ટેજનાં ભાડાં અમલમાં મુકાયાં 
AMTSમાં બે કિલોમીટર સુધીના પહેલા સ્ટેજની જગ્યાએ હવે ત્રણ કિલોમીટર કરાયા છે, જેમાં ફોર્મ્યુલા આધારિત સ્ટેજનું ભાડું રૂ.10 હતું, જેના હવે રૂ.5 કરાયા છે. બીજા સ્ટેજનું ભાડું ત્રણથી પાંચ કિલોમીટરનું રૂ. 12ના બદલે રૂ.10 કરાયું છે. ત્રીજા સ્ટેજનું ભાડું પાંચથી આઠ કિલોમીટર વચ્ચે રૂ.15 કરાયા છે, જ્યારે હવે 8થી 14 કિલોમીટરના ભાડા માટે રૂ.20 લેવાશે. 14થી 20 કિલોમીટરના પાંચમા સ્ટેજનું ભાડું રૂ.25 કરાયું છે. AMTS અને BRTSમાં હવે ફક્ત છ સ્ટેજનાં ભાડાં અમલમાં મુકાયાં છે, જેમાં 20 કિલોમીટરથી વધુના અંતર માટે રૂ.30 ચૂકવવા પડશે. પેસેન્જર્સે હવે રૂ.5, 10, 15, 20 અને 30ના દરની ટિકિટ લેવી પડશે એટલે છૂટા પૈસાનો કકળાટ નહીં થાય તેવો તંત્રનો દાવો છે.

બાળકો અને મહિલાઓના ભાડામાં નથી કરાયો કોઈ ફેરફાર
AMTSમાં અમલમાં મુકાયેલી મનપસંદ ડેઈલી સ્કીમમાં બાળકો અને મહિલાઓના બસ ભાડામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી. ફક્ત પુરુષ મનપસંદ સ્કીમમાં રૂ. 35 પ્રતિદિવસની જગ્યાએ રૂ. 45 કરવામાં આવ્યા છે. લગેજ દરમાં કોઈ પણ પ્રકારનો ભાડાવધારો કરવામાં આવ્યો નથી. એએમટીએસમાં વિદ્યાર્થી કન્સેશન પાસના પ્રતિ મહિનાના રૂ.300ના બદલે રૂ.400 કરવામાં આવ્યા છે, જ્યારે વિદ્યાર્થિની કન્સેશન પાસમાં પ્રતિ મહિનાના રૂ.300ના બદલે રૂ.350 ચૂકવવા પડશે.

અમદાવાદીઓ આનંદો, AMTSની 'રાહ' થશે વધુ આસાન, વધુ 200 બસો રોડ પર થશે દોડતી |  200 more AMTS buses will be started in Ahmedabad city

માસિક પાસમાં રૂ.250નો ભાવવધારો
AMTS અને BRTSમાં મનપસંદ માસિક પાસમાં રૂ.250નો ભાવવધારો કરવામાં આવ્યો છે, જેના હવેથી રૂ.750ના બદલે રૂ.1000 આપવાના રહેશે. મનપસંદ ત્રિમાસિક પાસમાં રૂ.500નો વધારો કરાતાં તેના રૂ.2000ના બદલે રૂ.2500 ચૂકવવા પડશે. માસિક અને ત્રિમાસિક સર્વિસ પાસમાં સીધી રીતે કોઈ પણ જાતનો ફેરફાર કરાયો નથી.

BRTSમાં 19 સ્ટેજનાં ભાડાંના બદલે હવે છ સ્ટેજનાં ભાડાં
BRTSમાં બે કિલોમીટર સુધી રૂ.4,  બેથી ત્રણ કિલોમીટર માટે રૂ.7 એવી રીતે કુલ 19 સ્ટેજમાં મહત્તમ ભાડું રૂ.32 લેવાતું હતું. જેના હવે આજથી રૂ.5,10, 15, 20, 25 અને 30 એમ છ સ્ટેજ થયાં છે. બીઆરટીએસમાં માસિક પાસના રૂ. 1000 અને ત્રિમાસિક પાસના રૂ. 2500 થયા છે. 

અમદાવાદમાં AMTS-BRTSના મુસાફરોએ આ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે, મેયર દ્વારા  લેવાયો મહત્વનો નિર્ણય | Passengers of AMTS-BRTS in Ahmedabad will have to  carry a vaccine certificate

મુંબઈ અને દિલ્હી કરતાં ઓછું ભાડું 
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં આજથી અમલમાં આવેલું પ્રથમ સ્ટેજનું મિનિમમ રૂપિયા પાંચનું ભાડું દેશનાં અન્ય શહેરો જેવાં કે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ કે કોલકાતાની સરખામણીમાં ઓછું છે. મુંબઈમાં બે કિલોમીટરના ભાડા માટે રૂ. 8 ચૂકવવા પડે છે, જ્યારે અન્ય શહેરોમાં બે કિલોમીટરનું ભાડું રૂ.5 લેવાય છે. 

આગામી દિવસોમાં ઈન્ટિગ્રેટેડ ટિકિટિંગ સુવિધા કરાશે
એએમટીએસ અને બીઆરટીએસનાં એકસરખાં ભાડાં હોવાથી પેસેન્જર્સ એક જ ટિકિટમાં બંને બસસેવાનો લાભ લઈ શકે તે પ્રકારનું આયોજન થવાથી પેસેન્જર્સ માટે બસના વધુ વિકલ્પ રહેશે. પેસેન્જર્સને ઈન્ટિગ્રેટેડ ટિકિટિંગ કરવામાં સરળતા રહેશે અને એક વાર ટેપ-ઈન અને ટેપ-આઉટ કરવાની સગવડ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ