બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news came out about Biporjoy storm

સાયક્લોન અપડેટ / બિપોરજોય એવી જગ્યાએ ટકરાશે જ્યાં માનવ-વસ્તી નથી: વાવાઝોડાને લઈને VTV પર સૌથી મોટા સમાચાર

Malay

Last Updated: 03:30 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાવાઝોડું ભારતના નારાયણ સરોવર અને પાકિસ્તાનના કેતી બંદર વચ્ચે ટકરાઈ શકે છે.

 

  • ભારત-પાકિસ્તાન સરહદ પર ટકરાઈ શકે વાવાઝોડું
  • નિર્જન વિસ્તારમાં ટકરાઈ શકે છે વાવાઝોડું
  • રાજસ્થાનના પાલી સુધી જોવા મળી શકે છે અસર

અતિવિનાશક બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાને ઘમરોળવા આવી રહ્યું હોવાથી લોકોમાં ભારે ભય પ્રસરી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા આ વાવાઝોડા સામે લડત આપવા યુદ્ધસ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશન બોર્ડર પર ટકરાઇ શકે છે. 

બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર: આ તારીખે ગુજરાત પાસેથી પસાર થઈ  શકે છે ચક્રવાત, જુઓ ક્યાં સૌથી મોટું સંકટ | Biggest news about Cyclone  Biporjoy, A ...

15 જૂને સાંજે ટકરાશે વાવાઝોડું
એવું કહેવામાં આવી રહ્યું છે કે, નલિયાથી આગળ સિરક્રિક વિસ્તારમાં વાવાઝોડું ટકરાઇ શકે છે. બિપોરજોય ભારતના નારાયણ સરોવર અને પાકિસ્તાનના કેતી બંદર વચ્ચે ટકરાઇ શકે છે. ભારત-પાક આંતરાષ્ટ્રીય બોર્ડર એકદમ નિર્જન અને સુનો વિસ્તાર છે. જો આ વિસ્તારમાં ટકરાઇ તો જાન-માનનો ઓછા નુકશાનનો ભય છે. ભારતના સિરક્રિક વિસ્તારથી પાકિસ્તાનના બડીન અને મીઠી સુધીનો વિસ્તાર નિર્જન છે. 

110 કિમી સુધીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ભારત-પાકિસ્તાન બોર્ડરનો 400 કિમીનો જમીની વિસ્તાર એકદમ નિર્જન છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિપોરજોય વાવાઝોડું 15 જૂન સાંજે સિરક્રિક અને નારાયણ સરોવરની આસપાસ ટકરાઇ શકે છે. બિપોરજોય વાવાઝોડાની આંખનો નારાયણ સરોવરથી રાજસ્થાનના પાલી સુધીના વિસ્તારમાં અસર જોવા મળશે. બિપોરજોય ટકરાશે ત્યારે 110 કિમી સુધી ભારે પવન ફૂંકાશે.

આર્મી, નેવી અને એરફોર્સની લેવાઈ મદદ
વાવાઝોડા બિપોરજોયની અસર ગુજરાત પર દેખાઈ રહી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને દરિયા કિનારાની નજીક આવેલા ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે. ચક્રવાત બિપોરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આર્મી, નેવી અને એરફોર્સની મદદ લેવામાં આવી છે. આર્મીની રેસ્ક્યૂ ટીમ આજે રાહત અને બચાવ કામગીરી માટે દ્વારકા, જામનગર અને કચ્છમાં પહોંચી ગઈ છે. આર્મીના 78 જેટલા જવાન, 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ રવાના થયા છે.

NDRFની ટીમો તૈનાત
આર્મી સિવાય એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 12 એન્ડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે કેટલીક ટીમને રાજકોટ અને ગાંધીધામમાં તૈનાત કરાઈ છે. જેથી જરૂરિયાતના સમયે તેને સરળતાથી મૂવ કરી શકાય એટલે ત્રણ જેટલી ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. કુલ મળીને ગુજરાતમાં 15 ટીમ તૈનાત કરાઈ છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ