બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Big decision of state government regarding re-survey

BIG BREAKING / ગુજરાતમાં ખેતીની જમીન પર રિ-સર્વે મામલે મોટા સમાચાર: ક્ષતિઓ દૂર કરવા બે જિલ્લાઓમાં શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ

Dinesh

Last Updated: 06:23 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે નિર્ણય લેવાયો, પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાઓ જામનગર અને દેવભૂમિકા દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરાશે

  • રિ-સર્વે બાબતે રાજ્ય સરકારનો મોટો નિર્ણય 
  • જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે: પ્રવક્તા મંત્રી
  • આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં ક્ષતિ દૂર કરાશે


આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી છે. જે કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જમીનની રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે. 

જમીન રિ-સરવેને લઇને સ્પષ્ટતા
ગુજરાત સરકારની કેબિનેટ બેઠક્ બાદ એવા સમાચાર વહેતા થયા હતા કે રાજ્યમાં ખેતીની જમીનનો રિસર્વે રદ્દ કરવામાં આવ્યો છે, જોકે આ મામલે અતિ મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે કે, રિ- સર્વે રદ કરવામાં આવ્યો નથી પરંતું જમીન માપણી ક્ષતિઓ દૂર કરવામાં આવશે

'જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે'
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે. તેમણે કહ્યું કે, જમીન માપણી ક્ષતિ સુધારણા માટે પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાઓ જામનગર અને દેવભૂમિકા દ્વારકામાં અગ્રતાના ધોરણે કામગીરી હાથ ધરાશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણી ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ. 

રિ-સર્વેમાં કઈ કઈ ભુલો ?

  • ખેડૂતોના નામ બદલાઈ ગયા 
  • ખેડૂતોના નામ નીકળી ગયા 
  • ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા 
  • કબ્જામાં ફેરફાર થયો 
  • નક્શામાં ફેરફાર થયા
  • ગામની આકારણી પણ બદલાઈ ગઈ 

રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી 
ધારાસભ્યો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી તેમજ વખતો વખતે રી-સર્વે પ્રમોલગેશનની કામગીરીના સમયમાં વધારો કરવામાં આવતો હતો. તેમને જણાવી દઈએ કે, અગાઉ રિ સર્વે માટેની એજન્સીઓ પણ બદલવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી કેબિનેટ બેઠકમાં રિ સર્વે પ્રમોલગેશન માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. મહેસુલ વિભાગ વર્તમાનમાં મુખ્યમંત્રી પાસે છે જેને લઈ સીએમ પાસે ફરિયાદો આવતા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો હોય તેમ લાગી રહ્યું છે.  

 કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા 
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. જે બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રમોલગેશન અને રી સર્વે સંદર્ભે ચર્ચા કરાઈ છે અને જમીનના રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે તેમણે કહ્યું કે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આખલાઓ ફરે છે તે માટે નિર્ણય થયો છે જેમાં આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. તેમણે વિગતો આપતા જણાવ્યું કે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ બંધ કરવામાં આવે અને  ચાઈનીઝ દોરી કે તુક્કલ ન ખરીદવી  તેવી સરકાર તરફથી સામાન્ય નાગરિકોને માહિતી આપવા અપીલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ