બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદ / Big decision of Congress before 2024 elections: Responsibility of this leader in Gujarat, pilot sent to Chhattisgarh

રાજકારણ / 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય: ગુજરાતમાં આ નેતાને જવાબદારી તો પાયલટને છત્તીસગઢ મોકલી દેવાયા

Megha

Last Updated: 09:21 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ ઘણા રાજ્યોના પ્રભારીઓની બદલી કરી જેમાં પ્રિયંકા ગાંધી પાસેથી ઉત્તર પ્રદેશની જવાબદારી પરત લેવામાં આવી

  • લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ કર્યા મોટા ફેરફાર
  • પ્રિયંકા ગાંધી પાસેથી ઉત્તર પ્રદેશની જવાબદારી પરત લેવામાં આવી
  • કોંગ્રેસ પાર્ટીએ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી બનાવ્યા

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર બાદ કોંગ્રેસની નજર હવે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ ઘણા રાજ્યોના પ્રભારીઓની બદલી કરી છે. રાજસ્થાનના ત્રણ નેતાઓને મોટી જવાબદારી આપીને અલગ-અલગ રાજ્યોના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. 

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટા ફેરફાર
પૂર્વ સાંસદ ભંવર જિતેન્દ્ર સિંહ અને મોહન પ્રકાશ પહેલાથી જ કોંગ્રેસની રાષ્ટ્રીય સમિતિમાં છે. હાલમાં જ સચિન પાયલટને પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે પાયલોટને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ પ્રિયંકા ગાંધી પાસેથી ઉત્તર પ્રદેશની જવાબદારી પરત લેવામાં આવી છે અને તેમના સ્થાને અવિનાશ પાંડેને રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસમાં આવેલા આ મોટા ફેરફારને લોકસભાની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પાર્ટીનું ધ્યાન લોકસભાની બેઠકો સંતુલિત કરવા પર છે.

મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી બનાવ્યા
આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે છે. જિતેન્દ્ર સિંહને આસામના પ્રભારી બનાવવામાં આવ્યા છે, તેમને મધ્યપ્રદેશનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પાર્ટીએ રણદીપ સિંહ સુરજેવાલા પાસેથી મધ્યપ્રદેશનો કાર્યભાર પાછો લઈ લીધો છે. હવે તેમને માત્ર કર્ણાટકના પ્રભારી બનાવવામાં આવ્યા છે. દિપક બાબરિયાને દિલ્હીના પ્રભારી અને હરિયાણાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

કેસી વેણુગોપાલ કોંગ્રેસના સંગઠન મહાસચિવ
પાર્ટીએ છત્તીસગઢમાંથી મહાસચિવ કુમારી શૈલજાને હટાવીને તેમને ઉત્તરાખંડના પ્રભારી બનાવ્યા છે. જ્યારે જીએ મીરને ઝારખંડનો પ્રભારી અને પશ્ચિમ બંગાળનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પાર્ટીએ દીપા દાસમુનશીને કેરળ, લક્ષદ્વીપના પ્રભારી બનાવ્યા છે અને તેલંગાણાનો વધારાનો હવાલો સોંપ્યો છે. જ્યારે મહાસચિવ જયરામ રમેશ પાર્ટીના સંચાર વિભાગનો હવાલો સંભાળશે, જ્યારે કેસી વેણુગોપાલ કોંગ્રેસના સંગઠન મહાસચિવ રહેશે.

પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે હાલ કોઈ રાજ્યની જવાબદારી નહીં 
આ બધામાં સૌથી ચર્ચિત નામ પ્રિયંકા ગાંધી વાડ્રાનું છે. તેમને મહાસચિવ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. પરંતુ, હાલમાં તેમને કોઈ રાજ્યનો હવાલો કે અન્ય કોઈ જવાબદારી આપવામાં આવી નથી. તે છેલ્લા પાંચ વર્ષથી ઉત્તર પ્રદેશના પ્રભારીની ભૂમિકા નિભાવી રહી હતી. પ્રિયંકા ગાંધીના સ્થાને પાર્ટીના મહાસચિવ અવિનાશ પાંડેને ઉત્તર પ્રદેશના નવા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ