બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Big Chance for Investors: These IPOs from Pharma to NBFCs Coming in August, See Complete List

રોકાણની તક / રોકાણકારો માટે બિગ ચાન્સ: ઓગસ્ટમાં આવી રહ્યા છે ફાર્માથી લઈ NBFCના આ IPO, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Vishal Khamar

Last Updated: 11:46 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુલાઈ મહિનામાં ઘણા IPOના બમ્પર લિસ્ટિંગ પછી SBFC ફાયનાન્સ કોનકોર્ડ બાયોટેક ઓરિયાના પાવર અને વિન્સિસ આઈટી કંપનીનો IPO ઓગસ્ટમાં ખુલવા જઈ રહ્યો છે. Oriana Power અને Vinsys IT કંપનીના IPO 1 ઓગસ્ટના રોજ ખુલશે. જ્યારે SBFC ફાયનાન્સ અને કોનકોર્ડ બાયોટેકના IPO 3 ઓગસ્ટે ખુલશે.

  • જુલાઈ મહિનામાં ઘણા IPO નું બમ્પર લિસ્ટિંગ થયું
  • SBFC ફાયનાન્સ IPO ગુરુવારે (3 ઓગસ્ટ) ખુલશે
  • કોન્કોર્ડ બાયોટેકનો IPO 4 ઓગસ્ટે ખુલશે

 ભારતીય શેરબજારે તાજેતરના ભૂતકાળમાં સેન્કો ગોલ્ડ, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ન્યુવેબ ટેક્નોલોજીસ જેવા કેટલાક IPO રોકાણકારો માટે ફાયદાકાર સાબિત થયા છે. તેમજ રોકાણકારોને સારૂ વળતર પણ આપ્યું છે.  ઘણા મેઈનબોર્ડ અને SME IPO આવતા મહિને પણ ખુલવા જઈ રહ્યા છે.

SBFC ફાયનાન્સ IPO (SBFC Finance IPO)
SBFC ફાયનાન્સ IPO ગુરુવારે (3 ઓગસ્ટ) ખુલશે. 7 ઓગસ્ટ સુધી IPO માં બિડિંગ કરી શકાશે. તે એક NBFC કંપની છે. આ IPOની કિંમત 1,025 કરોડ રૂપિયા હશે. તેમાં રૂ. 600 કરોડના તાજા ઇશ્યૂ અને રૂ. 425 કરોડના OFSનો સમાવેશ થાય છે.  તેનો ભાવ રૂ. 54 થી રૂ. 57 નક્કી કરવામાં આવી છે.

SBFC ફાયનાન્સ IPO રોકાણકારો માટે 2 ઓગસ્ટે ખુલશે. આ IPOનું લિસ્ટિંગ 16 ઓગસ્ટના રોજ BSE અને NSE પર થઈ શકે છે.

કોનકોર્ડ બાયોટેક IPO(Concord Biotech IPO)
કોન્કોર્ડ બાયોટેકનો IPO 4 ઓગસ્ટે રોકાણકારો માટે ખુલવા જઈ રહ્યો છે. આ IPO સંપૂર્ણપણે OFS હશે. જેમાં 2.09 કરોડ શેર વેચવામાં આવશે. એન્કર બુક 3જી ઓગસ્ટે ખુલશે.  NSE અને BSE પર આ IPOનું લિસ્ટિંગ 17 ઓગસ્ટે થઈ શકે છે.

ઓરિયાના પાવર IPO (Oriana Power IPO)
ઓરિયાના પાવરનો SME IPO હશે. તેનું સબસ્ક્રિપ્શન 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ સુધી ખુલ્લું રહેશે. IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 115 થી રૂ. 118ની રેન્જમાં છે. કંપની આ IPO દ્વારા રૂ. 60 કરોડની રકમ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

વિન્સિસ આઈટી આઈપીઓ(Vinsys IT IPO)
વિન્સિસ આઈટી આઈપીઓ 1 ઓગસ્ટથી રોકાણકારો માટે ખુલશે. આ એક SME IPO છે. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 121-128 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રોકાણકારો આ IPO માટે 4 ઓગસ્ટ સુધી ભરી કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ