બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Big blow to Team India! This star player of T20 will now be seen directly in IPL
Megha
Last Updated: 02:49 PM, 23 December 2023
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમની મુસીબતો પૂરી થવાનું નામ નથી લઇ રહી. હવે ટીમ ઈન્ડિયાને ઈજાના કારણે વધુ એક મોટો ફટકો પડ્યો છે. ભારતીય ટીમ આવતા મહિને અફઘાનિસ્તાન સામે T20 સીરીઝ રમવા જઈ રહી છે. આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર બેટ્સમેન ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર થઇ ગયો છે.
ADVERTISEMENT
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ સૂર્યકુમાર યાદવ છે. મેચ દરમિયાન સૂર્યા ઈજાગ્રસ્ત થયો હતો અને એ કારણે તે અફઘાનિસ્તાન સામેની સીરીઝ રમી શકશે નહીં. 14 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચ દરમિયાન સર્યકુમારે પગની ઘૂંટી વળી ગઈ હતી અને બેંગલુરુમાં રીહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિપોર્ટ કર્યો હતો.
મુંબઈના 33 વર્ષીય બેટ્સમેનને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સૂર્યાએ આ બંને સીરીઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં પણ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ વિશ્વના નંબર 1 T20I બેટ્સમેન ઈજાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 સીઝનમાં તરત જ એક્શનમાં જોવા મળી શકે છે.
અહેવાલ મુજબ, સૂર્યકુમાર જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન T20I રમી શકશે નહીં અને ઉનાળામાં ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સીરીઝ માટે પણ તેની પસંદગી થવાની શક્યતા નથી. આવી સ્થિતિમાં સૂર્યા સીધો આઈપીએલમાં જ જોવા મળશે.
દરમિયાન, આ જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાનું અફઘાનિસ્તાન સીરીઝમાં રમવું શંકાસ્પદ છે. અગાઉના મીડિયા અહેવાલોએ અફઘાનિસ્તાન T20I દરમિયાન ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડરની સંભવિત વાપસીની સૂચના આપી હતી, પરંતુ તેની ક્યતાઓ હવે ઓછી દેખાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.