બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Big blow to Australia Cummins will not play the third Test Steve Smith will be captain

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો! કમિંસ નહીં રમે ત્રીજી ટેસ્ટ, બોલ ટેમ્પરિંગ કરનાર આ ખેલાડી બનશે કેપ્ટન

Arohi

Last Updated: 01:05 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાને ત્રીજા ટેસ્ટ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ફેમિલીના કારણે ઘરે ગયેલા કેપ્ટન પેટ કમિંસ હાલ ભારત પરત નહીં ફરે. એવામાં તે ઈંદૌરમાં 1 માર્ચથી શરૂ થવા જઈ રહેલી મેચમાંથી બહાર થઈ ગયા છે.

  • ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને ઝટકો 
  • મેચમાંથી બહાર થઈ ગયા કમિંસ 
  • તેમની જગ્યા પર આ ખેલાડી બનશે કેપ્ટન 

પેટ કમિંસ (Pat Cummins)ની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં સારી શરૂઆત નથી કરી શકી. તેને શરૂઆતી દિવસોમાં ટેસ્ટ મેચમાં હાર મળી છે. ટીમ 4 મેચોની સીરિઝમાં 0-2થી પાછળ ચાલી રહી છે. આ વચ્ચે કેપ્ટન કમિંસ ત્રીજી ટેસ્ટમાં નહીં રમી શકે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pat Cummins (@patcummins30)

આ ઓસ્ટ્રેલિયા માટે મોટો ઝટકો છો. બીજી ટેસ્ટ બાદ તે પર્સનલ કારણોથી ઓસ્ટ્રેલિયા પરત ગયા હતા. ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી ઈંદૌરમાં રમાવાની છે. તે પહેલા ઓપનર બેટર ડેવિડ વોર્નર પણ કુણીના ફ્રેક્ચરના કારણે બાકીની 2 ટેસ્ટથી બહેરા થઈ ચુક્યા છે. 

માતાની તબિયતના કારણે કમિંસ નહીં રમી શકે 
એક રિપોર્ટ અનુસાર માતાની તબીયત ખરાબ હોવાના કારણે પેટ કમિંસ ત્રીજી ટેસ્ટ નહીં રમી શકે. પેટ કમિંસે કહ્યું કે મેં હજુ ભારત પરત ફરવાનો નિર્ણય નથી કર્યો. કારણ કે માતાની તબિયત સારી નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Steve Smith (@steve_smith49)

એવામાં મેં પરિવારની સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે હું ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને સાથે ખેલાડિયોને મળેલા સમર્થનની પ્રસંસા કરૂ છું. 

સ્મિથ હશે કેપ્ટન
સ્ટીવ સ્મિથ પહેલા પણ ઓસ્ટ્રેલિયાની કેપ્ટની કરી ચુક્યા છે. 2018માં સાઉથ આફ્રીકા પ્રવાસ વખતે બોલ ટેમ્પરિંગના કારણે તેમને કેપ્ટનથી ગુમાવવી પડી હતી સાથે જ તેમના પર એક વર્ષનું બેન લગાવવામાં આવ્યું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Steve Smith (@steve_smith49)

આ મામલાએ આખા ઓસ્ટ્રેલિયાને હચમચાવી દીધો હતો. હાલની સીરિઝની વાત કરવામાં આવે તો સ્મિથ હજુ સુધી સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ