બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / biden says to pm modi you have great popularity in america i Should take your autograph

પોપ્યુલર PM / બાયડને PM મોદીને કહ્યું, તમારી લોકપ્રિયતા એટલી કે હું પરેશાન થઈ ગયો, ફિલ્મ સ્ટાર્સથી લઈને સગા-વ્હાલાં કરી રહ્યા છે ફોન

Malay

Last Updated: 10:47 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Popular PM: ક્વાડ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પીએમ નરેન્દ્ર મોદી પાસે ઓટોગ્રાફ માંગ્યો. જો બાયડને કહ્યું કે, તમે ખૂબ જ લોકપ્રિય છો.

 

  • વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
  • અમેરિકી રાષ્ટ્રપતિએ PM મોદીનો ઓટોગ્રાફ માંગ્યો 
  • અમેરિકામાં પણ તમે ઘણા લોકપ્રિય છોઃ જો બાયડન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગણતરી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં થાય છે. તાજેતરમાં અમેરિકા સ્થિતિ કન્સલ્ટિંગ ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ' દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં PM મોદી 78 ટકા રેટિંગની સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. આ સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન છઠ્ઠા નંબરે અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 10મા નંબરે છે. પીએમ મોદીની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ પણ નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ માંગી રહ્યા છે. 

Image

જો બાયડને નરેન્દ્ર મોદી પાસે માંગ્યો ઓટોગ્રાફ
એક રિપોર્ટ્સ અનુસાર, શનિવારે ક્વાડ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને પીએમ નરેન્દ્ર મોદી પાસે ઓટોગ્રાફ માંગ્યો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે તમે અમેરિકામાં પણ ઘણા લોકપ્રિય છો, અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો તમને મળવા માંગે છે. 

અમેરિકાના નવા રાષ્ટ્રપતિને PM મોદીના અભિનંદન, ટ્વિટ કરીને લખ્યું- આપણે  બન્ને સાથે મળીને કરીશું કામ | pm modi congratulate joe biden on his  assumption of office as president ...

જાપાનમાં થઈ બંને નેતાઓ વચ્ચે મુલાકાત
જાપાનના હિરોશિમામાં શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી હતી. આ તકે જો બાયડને પીએમ મોદીના વખાણ કર્યા અને કહ્યું કે અમેરિકામાં તમારી ઘણી લોકપ્રિયતા છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે, 'મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે.'

તમે ખૂબ જ લોકપ્રિય છોઃ જો બાયડન
આ દરમિયાન બાયડને પીએમ મોદીને કહ્યું, ''તમે મારા માટે સમસ્યા ઉભી કરી રહ્યા છો. આવતા મહિને અમે તમારા માટે વોશિંગ્ટનમાં ડિનરનું આયોજન કર્યું છે. તેમાં સૌ કોઈને આવવું છે, મારી પાસે ટિકિટો ખતમ થઈ ગઈ છે. તમે વિચારતા હશો કે હું મજાક કરી રહ્યો છું, પરંતુ મારી ટીમને પૂછી જુઓ. મને એવા લોકોના ફોન આવી રહ્યા છે, જેમના વિશે મેં પહેલાં ક્યારેય સાંભળ્યું નથી. ફિલ્મ સ્ટાર્સથી લઈને સગાં-સંબંધીઓના ફોન આવી રહ્યા છે, એ પણ રિક્વેસ્ટ કરે છે"

No description available.

'20 હજાર લોકોની ક્ષમતા ધરાવતું કાર્યક્રમ સ્થળ પણ નાનું પડી રહ્યું છે'
આ પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનિઝે કહ્યું કે, સિડનીમાં યોજાનાર પીએમ મોદીના સ્વાગત કાર્યક્રમ સ્થળની ક્ષમતા 20 હજાર લોકોની છે અને તે પણ ઓછી પડી રહી છે. તેમણે કહ્યું કે, સતત રિક્વેસ્ટ આવી રહી છે, પણ હું પૂરી કરી શકું તેમ નથી. 

No description available.

PM મોદીએ 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડ્યા
અમેરિકી ફર્મ 'મોર્નિંગ કન્સલ્ટ'એ તાજેતરમાં જ એક સર્વે કર્યો હતો, જેમાં 22 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેમાં સામે આવ્યું છે કે, આ રેટિંગમાં 100 ટકા લોકોમાંથી 4 ટકા લોકોએ પીએમ મોદી વિશે કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી, તો 17 ટકા લોકોએ તેમને નાપસંદ કર્યા છે. પરંતુ પીએમ મોદી 78 ટકા લોકોની પહેલી પસંદ બની ગયા છે. તેમના પછી સ્વિસ રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 62 ટકા સાથે બીજા નંબરે છે, જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ ત્રીજા નંબર પર છે.

જાણો ક્યા દેશના નેતાને કેટલા ટકા રેટિંગ મળ્યા?
- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી - 78 
- સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ - 62
- મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ ઓબ્રાડોર - 62
- ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ - 53
- ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની - 49
- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન - 42
- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો - 39
- જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ - 34
- બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક - 33
- જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા - 31
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન - 25


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ