બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bhuvan Bam success story: how he became the popular youtuber comedian

Success Story / ગુજરાતનો ફેમસ યુટ્યુબર એક સમયે કમાતો હતો 150 રૂપિયા, એક નિર્ણયએ બદલી નાખી જિંદગી, હાલ કરોડોમાં રમે છે

Vaidehi

Last Updated: 07:47 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેમસ ભુવન બામ પહેલા સિંગર બનવા ઈચ્છતાં હતાં પરંતુ સફળતા ન મળતાં તેમણે યૂટ્યૂબર બનવાનો નિર્ણય કર્યો. આજે 100 કરોડનાં માલિક છે.

  • ફેમસ યૂટ્યૂબર ભુવન બામની Success story
  • 150 રૂપિયા પ્રતિ દિવસની કમાણી કરતાં હતાં
  • આજે 122 કરોડનાં માલિક છે ભુવન બામ

ભારતનાં પ્રસિદ્ધ યૂટ્યૂબર ભુવન બામે પોતાની Success story શેર કરતાં કહ્યું કે શરૂઆતનાં સમયમાં તેઓ સિંગર બનવા ઈચ્છતા હતાં પરંતુ તે દિશામાં સફળતા ન મળતા તેઓએ યૂટ્યૂબર બનવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે પહેલા તે ક્લબમાં 5000 રૂપિયા પ્રતિ માહ લઈને ગીતો ગાતા હતાં.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhuvan Bam (@bhuvan.bam22)

વડોદરાનાં છે ભુવન બામ
ભુવન બામનો જન્મ ગુજરાતનાં વડોદરામાં થયો હતો. તે એક મધ્યમવર્ગ પરિવારથી હતાં. કરિયરની શરૂઆતમાં તેઓ નવી દિલ્હીનાં નાના કેફે અને રેસ્ટોરેન્ટમાં ગાતા હતાં. આ કામથી તેઓ 5000 પ્રતિ માસ એટલે કે એક દિવસનાં 150 રૂપિયા કમાઈ શકતાં હતાં. છેલ્લે આ દિશામાં ખાસ સફળતા ન મળતાં તેમણે કંઈક નવું કરવાનું વિચાર્યું.

બદલાઈ ગયાં નસીબ!
ગાયકીની દિશામાં સફળતા ન મળતાં તેમણે યૂટ્યૂબર બની પોતાની કિસ્મત અજમાવી. ભુવને સૌથી પહેલા એક પેરોડી વીડિયો બનાવી યૂટ્યૂબ પર મૂક્યો. ભુવનને આ પહેલા વીડિયોમાં ઘણી સફળતા મળી હતી. આ રીતે તેમણે એક કોમેડિયનનાં રૂપમાં પોતાનું કામ આગળ વધાર્યું. પછી તો ભુવન બામે પોતાની સીરિઝ બીબી કી વાઈન્સ પણ લૉન્ચ કરી જેમાં તે શોર્ટ વીડિયો પોસ્ટ કરતાં હતાં. વીડિયોમાં તેઓ પોતે જ પરિવારનાં અલગ-અલગ લોકોનો રોલ પ્લે કરતાં હતાં. હાલમાં બીબી કી વાઈન્સનાં 26 મિલિયનથી વધારે સબસ્ક્રાઈબર્સ છે.

150 રૂપિયાથી શરૂઆત, હાલમાં 100 કરોડનાં માલિક
ભુવન બામ ભારતનાં અમીર યૂટ્યૂબર છે. આજે તેમની પાસે 122 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે બ્રાંડ એંડોર્સમેન્ટ, મૂવી અને યૂટ્યૂબ વીડિયોથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. પૈસાની સાથે તેમને સમાજમાં ઘણું માન-સમ્માન પણ મળ્યું છે. હવે તેઓ એક સેલિબ્રિટી બની ગયાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ