બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / bhupinder singh hooda parivartan maha rally in rohtak today

રાજનીતિ / કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર હુડ્ડાએ ભાજપ સરકારના આ નિર્ણયને આવકાર્યો કહ્યું કે...

Kavan

Last Updated: 06:20 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના રોહતકમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાએ પરિવર્તન મહારેલી સંબોધી હતી અને કોંગ્રેસ તથા ભાજપ સામે આક્ષેપો કર્યા હતા.  તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી રસ્તો ભટકી ગઇ છે, પહેલા જેવી કોંગ્રેસ નથી રહી. હું આજે મારા મન-આત્માના બંધનોથી મુક્ત થઇ તમારી વચ્ચે આવ્યો છું. હું આરપારની લડાઇ લડવા માટે તૈયાર છું.

કલમ 370 પર સરકારના નિર્ણયને આવકાર્યો

 તેમણે કોંગ્રેસના નેતૃત્વ અને નેતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તો ભૂપેન્દ્ર હુડ્ડાએ કલમ 370 પર સરકારના નિર્ણયને આવકાર્યો હતા. તેમણે જણાવ્યું કે, સરકાર જ્યારે દેશહીતમાં પગલા લેશે તો હું સમર્થન કરીશ. પરંતુ હરિયાણા સરકાર આ નિર્ણયથી પોતાની નિષ્ફળતાઓ છૂપાવી નહીં શકે. તેમણે 5 વર્ષમાં શું કર્યું તેનો હિસાબ આપવો પડશે. 

હરિયાણા સરકારને લીધી આડેહાથ

ઉલ્લેખનીય છે કે, હૂડ્ડાએ આજે રોહતકમાં પરિવર્તન મહારેલી યોજી હતી. રેલીમાં તેમણે હરિયાણાની ખટ્ટર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, "હું સવાલ ઉઠાવું છું કે છેલ્લા 5 વર્ષમાં શું કામ કરવામાં આવ્યું છે. અમારી સરકાર 10 વર્ષ રહી. અમે ફેક્ટરીઓ ઉભા કરી, રેલ્વે લાઇનો લગાવી, મેટ્રો ચલાવી. 2014 માં હરિયાણાનું દેવું 60 હજાર કરોડ હતું જે હવે વધ્યું છે. 1.70 લાખ કરોડ પહોંચી ગયા છે. સરકારે કોઈ કામગીરી કરી નથી. "

હું રાજકારણમાંથી સન્યાસ લેવાનું વિચારી રહ્યો છું પરંતુ હવે..

પૂર્વ સીએમ હૂડ્ડાએ કહ્યું, "હરિયાણાના લોકો શું ઇચ્છે છે? અહીંના લોકોને જનતાની સરકારની જોઈએ છે. હું રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો, પરંતુ આ સ્થિતિ જોઈને મેં લડવાનું નક્કી કર્યું છે."

હું કલમ 370 બાબતે સરકારને સમર્થન કરું છું

હૂડ્ડાએ કહ્યું, "મારું કુટુંબ ચાર પેઢીથી કોંગ્રેસમાં હતું. મેં પણ પુરા મન સાથે કોંગ્રેસની સેવા કરી પરંતુ જો કેન્દ્ર સરકાર કોઈ સારું કામ કરે છે. કેન્દ્ર સરકારે કલમ 37૦ હટાવી દીધી. મારા ઘણા સાથીદારોએ તેનો વિરોધ કર્યો પણ હું તેણે સમર્થન આપ્યું છે. 

મારી પાર્ટી રસ્તો ભટકી ગઈ છે. જો પ્રશ્ન દેશભક્તિ અને આત્મગૌરવનો છે, તો હું કોઈની સાથે સમાધાન કરીશ નહીં. હું હરિયાણા સરકારને કહેવા માંગુ છું કે કલમ 37૦ ની આડમાં પાંચ વર્ષનો હિસાબ આપવાનું ભૂલશો નહીં. ખટ્ટર સરકારે કલમ 370 ની આડમાં મતદાન કરવાનું કામ ન કરવું જોઈએ. "
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ