બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Bhupendra Patel, Harsh Sanghvi, Rishikesh Patel wished ISRO on Twitter

ચાંદ પર કદમ / ઈસરો પર શુભેચ્છાઓનો વરસાદ! CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સી આર પાટીલે આપ્યા અભિનંદન, ગુજરાત કોંગ્રેસે આપી સલામી

Kishor

Last Updated: 07:24 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing :ચંદ્રયાન -3 નું ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થતા ઈસરો પર ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા શુભેચ્છાનો મીઠો મેહ વર્ષી રહ્યો છે.

  • ચંદ્રયાન -3 ને પગલે વિશ્વમાં થઈ રહ્યો છે ભારતનો જયજયકાર !
  • ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલે ટ્વિટર પર શુભેચ્છા પાઠવી
  • ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા શુભેચ્છાનો મીઠો મેહ

ભારતે આંતરીક્ષના ઇતિહાસ રચી દીધો છે. વિક્રમ લેન્ડરે આજે ચંદ્રયાન -3 નું ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી દીધું જેને લઈને ભારતની તાકાતના વિશ્વએ દર્શન કર્યા છે. સફળતા સૂર્યોદયથી આજે તમામ ભારતીઓની છાતી ગર્વથી ફૂલી છે. ત્યારે ચંદ્રયાન દ્વારા ઈસરોએ જે વિરલ ઈતિહાસ રચ્યો છે. ત્યારે ઈસરો પર ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા શુભેચ્છાનો મીઠો મેહ વર્ષી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલે ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રીએ લખ્યું હતું કે આજનો દિવસ ઈતિહાસના પાના પર કાયમ માટે અંકિત થઈ ગયો. ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કરોડો પ્રાર્થનાઓ આજે ફળી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ  @isro ના વૈજ્ઞાનિકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના જ્ઞાન, કૌશલ્ય અને મહેનત પર સમગ્ર દેશને ગર્વ છે. 

બીજી બાજુ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પોતાના નિવાસ્થાને નિહાળ્યું અને આ ભારત માટેની આ વિશેષ સિદ્ધિ માટે ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં કોંગ્રેસ દ્વારા સલામી આપવામાં આવી  હતી. ગુજરાત કોંગ્રેસે ઈસરોના વૈજ્ઞાનિકોને આપી શુભેચ્છા કહ્યું હતું કે આપણા ગુજરાતી વિક્રમ સારાભાઈનું સ્વપ્ન, ઈસરો +તેનાં ધુરંધર વૈજ્ઞાનિકો આજે  INDIA ને ચંદ્ર પર લઇ ગયા!
 

છેલ્લા સાત દાયકામાં ચંદ્ર પર અત્યાર સુધીમાં 111 મિશન મોકલવામાં આવ્યા છે. જેમાંથી 66 સફળ રહ્યા હતા. 41 નિષ્ફળ. 8માં આંશિક સફળતા મળી. ઈસરોના ભૂતપૂર્વ વડા જી. માધવન નાયરે પણ કહ્યું છે કે, ચંદ્ર મિશનમાં સફળતાની 50 ટકા શક્યતા છે. 1958 થી 2023 સુધી, ભારત, અમેરિકા, રશિયા, જાપાન, યુરોપિયન યુનિયન, ચીન અને ઇઝરાયેલે ચંદ્ર પર ઘણા મિશન મોકલ્યા. તેમાં ઇમ્પેક્ટર, ઓર્બિટર, લેન્ડર-રોવર અને ફ્લાયબાયનો સમાવેશ થાય છે. જો આપણે 2000 થી 2009ની વાત કરીએ તો 9 વર્ષમાં છ ચંદ્ર મિશન મોકલવામાં આવ્યા હતા. યુરોપનું સ્માર્ટ-1, જાપાનનું સેલેન, ચીનનું ચાંગાઈ-1, ભારતનું ચંદ્રયાન-1 અને અમેરિકાનું લુનર રિકોનિસન્સ ઓર્બિટર. 1990 થી, અમેરિકા, જાપાન, ભારત, યુરોપિયન યુનિયન, ચીન અને ઇઝરાયેલે કુલ 21 ચંદ્ર મિશન મોકલ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ