બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Bhimashankar Jyotirlinga, dispute between assam government and maharashtra

વિવાદ / જ્યોતિર્લિંગને લઈને બે રાજ્યો વચ્ચે છેડાઈ 'જંગ': ભાજપ સરકારે કહ્યું-આસામમાં છે મંદિર, અત્યાર સુધી મહારાષ્ટ્રમાં થતી હતી પૂજા, જાણો વિગતવાર

Vaidehi

Last Updated: 07:33 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશનાં છઠ્ઠા જ્યોતિર્લિંગ ભીમાશંકર પર આસામ અને મહારાષ્ટ્ર વચ્ચે વિવાદ શરૂ થયો છે. અસમ સરકારે મહાશિવરાત્રિથી પહેલા ન્યૂઝપેપરમાં વિજ્ઞાપન આપ્યું જેમાં ભીમાશંકરને અસમનાં કામરૂપમાં આવ્યાં હોવાનું જણાવ્યું છે.

  • મહાશિવરાત્રી પહેલાં જ્યોતિર્લિંગ પર શરૂ થયો વિવાદ
  • દેશનાં છઠ્ઠાં જ્યોતિર્લિંગ ભીમાશંકર અંગે વિવાદ
  • આસામ સરકાર અને મહારાષ્ટ્ર આવ્યાં આમને-સામને

પૌરાણિક માન્યતાઓ અનુસાર શિવજીનાં કુલ 12 જ્યોર્તિલિંગો છે. પુરાણોમાં આવેલા મંત્રોમાં લખેલું છે કે ડાકિણી નામની જગ્યા પર ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે. માનવામાં આવે છે કે આ જગ્યાઓ પર મહાદેવ પ્રગટ થયાં હતાં. પરંતુ ડાકિણી પરથી ચોક્કસ જગ્યાની માહિતી મેળવવી મુશ્કેલ છે. શિવજીનાં 12 જ્યોતિર્લિંગોમાંથી 3 મહારાષ્ટ્રમાં આવેલા છે. જેમાનાં એક જ્યોતિર્લિંગ એટલે કે મંત્રોમાં 6ઠ્ઠાં નંબર પર આવેલા ભીમાશંકર જ્યોતિર્લિંગ પર આસામ સરકારે પણ દાવો કર્યો છે.

અસમ સરકારે આપી હતી જાહેરાત
મહાશિવરાત્રિની પહેલાં અસમ સરકારે એક વિજ્ઞાપન જાહેર કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું કે ભારતનું છઠ્ઠું જ્યોતિર્લિંગ અસમનાં કામરૂપ જિલ્લામાં આવેલા ડાકિણી પહાડી પર સ્થિત છે. જેને લઈને મહારાષ્ટ્રની વિપક્ષી પાર્ટીઓએ હિમંત બસ્વા સરકાર પર હુમલો કર્યો હતો. 

મહારાષ્ટ્ર તરફથી આ વિજ્ઞાપન મુદે સવાલો, અસમ સરકાર પર પ્રહારો
અસમ સરકારનાં આ વિજ્ઞાપનમાં કરવામાં આવેલા દાવા પર મહારાષ્ટ3નાં વિપક્ષી દળોએ પ્રશ્નો ઊઠાવ્યાં છે. NCP નેતા સુપ્રિયા સુલેએ ટ્વીટ કરી લખ્યું કે, ' શું BJPએ મહાષ્ટ્રનાં ઉદ્યોગ-ધંધાને છિનવ્યા બાદ હવે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ખજાનાને પણ છીનવવાનો નિર્ણય લીધો છે..પુણે આ જ્યોતિર્લિંગ માટે જાણીતો છે, જ્યાં દુર-દુરથી શ્રદ્ધાળુઓ આવે છે. ભાજપ શાસિત રાજ્યમાં ગુવાહટીની પાસે પમોહીનો છઠ્ઠો જ્યોતિર્લિંગ પ્રચારિત કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ આપણાં આધ્યાત્મિક વારસાને સંરક્ષિત કરવા માટે તાત્કાલિક ધ્યાન આપો.'

શાસ્ત્રોમાં શું છે ઉલ્લેખ?
જો આપણે શાસ્ત્રોમાં જોઈએ તો દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ડાકિન્યાં ભીમશંકર લખ્યું છે પરંતુ ડાકિનીથી જગ્યાની માહિતી મળતી નથી. માન્યતાઓ અનુસાર મુંબઈથી પૂર્વ અને પુણેથી ઉત્તરમાં ભીમા નદીવાં કિનારા પર આ જ્યોતિર્લિંગ સ્થિત છે. આ નદીને આધાર બનાવી જ્યોતિર્લિંગની માન્યતા છે. તો શિવપુરાણમાં લખવામાં આવ્યું છે કે ભીમાશંકર જ્યોતિર્લિંગ અસમનાં કામરૂપ જિલ્લાંમાં ગુવાહટીની પાસે બ્રહ્મરૂપ પહાડી પર સ્થિત છે. 

ક્યાં-ક્યાં છે શિવના 12 જ્યોતિર્લિંગ 
સૌરાષ્ટ્રમાં સોમનાથ (ગુજરાત)માં, શ્રીશૈલ પર મલ્લિકાર્જુન (આંધ્રપ્રદેશ)માં, ઉજ્જૈનમાં મહાકાલ (મધ્યપ્રદેશ), ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)માં, પરલીમાં વૈદ્યનાથ (ઝારખંડ)માં, ડાકિણીમાં ભીમાશંકર (મહારાષ્ટ્ર)માં, સેતુબંધ પર રામેશ્વરમ (તમિલનાડુ), નાગેશ્વરનાથ જ્યોતિર્લિંગ (ગુજરાત)માં, વિશ્વેશ્વર કાશી વિશ્વનાથ (ઉત્તર પ્રદેશ)માં, ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)માં, હિમાલય પર કેદારનાથ (ઉત્તરાખંડ) અને ઘૃષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ (મહારાષ્ટ્ર)માં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ