બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar Range IG Gautam Parmar's press conference on the incident

ભાવનગર / 'યુવરાજસિંહે રાજકીય નેતાના નામ અન્ય વ્યક્તિઓના કહેવાથી લીધા', ભાવનગર પોલીસની તપાસમાં મોટો ઘટસ્ફોટ, રાજકારણની ધરા ધ્રુજી

Dinesh

Last Updated: 08:20 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું કે, ગઈકાલે અને આજે પણ મેં યુવરાજસિંહને પુછ્યો કે કોઈ મોટા રાજકીય વ્યક્તિના નામ છે જેમાં યુવરાજસિંહે મને રૂબરૂમાં ના પાડી છે કે, કોઈ રાજકીય નામ નથી

  • કથિત તોડકાંડમાં પોલીસ કાર્યવાહીનો દોર 
  • ઘનશ્યા લાધવા અને બિપીન ત્રિવેદીની ધરપકડ કરી છે:રેન્જ આઈજી
  • 'જે બંન્નનો તોડકાંડમાં 10 ટકા ભાગ હતો'


ભાવનગર કથિત તોડકાંડમાં પોલીસ કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. જે સમગ્ર મામલે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, યુવરાજસિંહને મેં પૂછ્યું હતું કે, તમે ગઈકાલે કેટલાક રાજકીય નેતાઓ પર આક્ષેપ કર્યા છે તે મામલે કોઈ પુરાવા છે તો તમેણે સ્પષ્ટ ના કહી દીધું છે તેમજ તેમણે કહ્યું કે આ મેં કેટલાક લોકોના કહેવાથી નામ આપ્યા હતાં. વધુમાં આઈજીએ જણાવ્યું કે, આજે બે અન્ય આરોપીની પણ ધરપકડ કરી છે જે ઘનશ્યા લાધવા અને બિપીન ત્રિવેદી છે જે બંન્નનો તોડકાંડમાં 10 ટકા ભાગ હતો એટલે તે બંન્ને પાસેથી 10 લાખ રૂપિયા રિકવર કરાયા છે.

'નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે'

ભાવનગર રેન્જ IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, નારી ચોકડીની બેઠકનું યુવરાજસિહે પણ કબૂલ્યું કહ્યું અમે ફક્ત મળ્યા હતા,  ઘણા CCTV ફૂટેજ ડિલીટ પણ કરવામાં આવ્યા જેણે FSLની મદદથી રિકવર કરવામાં આવશે તેમજ CDR અને CCTV સહિતના પુરાવા પોલીસ પાસે છે, તમામ આરોપીઓના લોકેસન એક્ઝેટ મેચ થઈ રહ્યાં છે. એક સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ છેલ્લો હપ્તો લઈ કોમ્પ્લેક્ષમાં ચડતો દેખાઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, નાણાકીય વ્યવહાર પોલીસ તપાસમાં સ્પષ્ટ થયો છે, બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ વચ્ચેની એક ચેટ પણ સામે આવી છે, તમામ પુરાવા મીડિયાને આપવામાં આવશે

'શિવુભાની શોધખોળ ચાલી રહી છે'
રેન્જ IGએ જણાવ્યું કે, શિવુભાની શોધખોળ ચાલી રહી છે તેમજ રાજૂ નામના શખ્સની ઓળખ થઈ ચૂકી છે અને કાર્યવાહી થઈ રહીં છે તેમજ આર કેનું આખુ નામ રમેશભાઈ કરમશી છે તેની પણ શોધખોળ ચાલી રહી છે.

ભાવનગરમાં ડમીકાંડને લઇ ધરપકડનો દોર 
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. વિગતો મુજબ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાની ધરપકડ કરાઇ છે. આ સાથે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની પણ ધરપકડ કરાઇ છે. ત્યાર બાદ આજે યુવરાજસિંહને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ