બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar Dummy Scandal investigation boom, high level meeting in Gandhinagar

તપાસનો ધમધમાટ / ડમી ઉમેદવાર કાંડ: ગાંધીનગરમાં હાઇલેવલ બેઠક, દિપેન ભદ્રન સહિતના અધિકારીઓ પહોંચ્યા; ભાવનગરમાં વધુ એકની ધરપકડ

Malay

Last Updated: 01:33 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડમીકાંડ મામલે ગાંધીનગરમાં ગૃહવિભાગે બોલાવી હાઈ લેવલની બેઠક બોલાવી છે. તો આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો તળાજા, સિહોરમાં શોધખોળ કરી રહી છે.

 

  • ભાવનગર ડમી કાંડ મામલે તપાસનો ધમધમાટ
  • સંજય પંડ્યાની SP કચેરીમાં પૂછપરછ
  • ગાંધીનગરમાં ગૃહવિભાગે બોલાવી હાઈ લેવલની બેઠક
  • 36માંથી માત્ર 6 આરોપી પકડવામાં જ પોલીસને સફળતા

ભાવનગરના ડમીકાંડ મામલે ગાંધીનગરમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગાંધીનગરમાં ગૃહવિભાગે હાઈ લેવલની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ATSના DIG દીપેન ભદ્રન, ભાવનગર રેન્જ IG ગૌતમ પરમાર, ભાવનગરના SP ડો.રવિન્દ્ર પટેલ પણ હાજર છે. છેલ્લા એક અઠવાડિયાથી ડમી ઉમેદવાર અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. 

અક્ષર બારૈયા નામના ઉમેદવારની કરી ધરપકડ
ડમીકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અક્ષર બારૈયા નામના ઉમેદવારની ધરપકડ કરી છે. સંજય પંડ્યાએ અક્ષર બારૈયાની જગ્યાએ ક્લાર્કની પરીક્ષા આપી હતી.  SITએ અક્ષર બારૈયાની ધરપકડ કરી છે. 

સંજય પંડ્યાની SP કચેરીમાં પૂછપરછ
ડમી કાંડ મામલે ગતરોજ SITએ કરાઈમાં PSIની તાલીમ લેનારા સંજય પંડ્યાની અટકાયત કરી હતી. સંજય પંડ્યાની અટકાયત કરાયા બાદ ભાવનગર SP કચેરી ખાતે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સંજય પંડ્યાની ડમી કાંડ મામલે પૂછપરછ ચાલી રહી છે. સંજય પંડ્યાએ 2021માં ડમી ઉમેદવાર બનીને બિન સચિવાલયની પરીક્ષા આપી હતી. અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર બનીને સંજય પંડ્યાએ પરીક્ષા આપી હતી. જેને લઈ તેની અટકાયત કરવામાં આવી છે. ભાવનગરના ડમીકાંડ મામલે સંજય પંડ્યા વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. કરાઈ પોલીસ તાલીમ કેન્દ્ર સંજય પંડ્યાને ટ્રેનિંગ સેન્ટરમાંથી છુટ્ટો કરી શકે છે. આવતીકાલે સંજય પંડ્યાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

બિપિન ત્રિવેદની પૂછપરછ ચાલું
આ મામલે ગઈકાલ સાંજે બિપીન ત્રિવેદીની પણ અટકાયત કરવામાં આવી હતી. બિપિન ત્રિવેદી છેલ્લા 10 દિવસથી ભૂગર્ભમાં હતો. તેણે યુવરાજસિંહ જાડેજા સામે આક્ષેપ કર્યા છે. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. ગઈકાલે ભાવનગર પોલીસની ટીમે સિંહોરથી બિપીન ત્રિવેદીને ઝડપ્યો હતો. સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિપિન ત્રિવેદીને ભાવનગર લાવવવામાં આવ્યો છે. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

પોલીસ કરી રહી છે આરોપીઓની શોધખોળ
ભાવનગર ડમીકાંડમાં 36 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 36માંથી માત્ર 5 આરોપી પકડવામાં જ પોલીસને સફળતા મળી છે. જ્યારે આ કૌભાંડના અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની ટીમો 72 કલાકથી તળાજા, સિહોરમાં શોધખોળ કરી રહી છે. પોલીસ પાસે આરોપીના નામ, સરનામા છે, છતાં સફળતા મળી રહી નથી. 

SITની કરવામાં આવી છે રચના
ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. આ મામલે ભાવનગર પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ભાવનગરના નાયબ પોલીસ અધિક્ષક આર.આર સિંઘાલ, ભાવનગર SOGના પી.આઈ એસ.બી ભરવાડ, PSI આર.બી વાધીયા,  PSI વી.સી જાડેજા, PSI એચ.આર જાડેજા, PSI ડી.એ વાળા, PSI એચ. એસ તિવારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

છેક કરાઈ એકેડમી સુધી પહોંચશે ભાવનગર ડમીકાંડની તપાસ, FIRમાં ઉલ્લેખ | A  special investigation team was formed to investigate the Bhavnagar dummy  Kand

મોટાભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા
ડમીકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, મોટા ભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે. 2011થી ડમી ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ ડમી ઉમેદવારોએ અનેક પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 30 ડમી ઉમેદવારોનો શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીના કોલ ડિટેલ માટે ટેક્નિકલ ટીમની મદદ લીધા છે.

36માંથી 33 આરોપી ભાવનગર જિલ્લાના વતની
પોલીસની તપાસમાં 36 આરોપીમાંથી 33 આરોપી ભાવનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ભાવનગરના મિલન બારૈયાએ ડમી વિદ્યાર્થી બનીને 2 વખત પરીક્ષા આપી હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ ડમી ઉમેદવારો મોટાભાગના એક જ જ્ઞાતિના હોવાનું પણ સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, ડમી ઉમેદવારોએ ચોક્કસ જ્ઞાતિના લોકોને સરકારી નોકરી અપાવવા પ્રયાસ કર્યો હતો.  ડમી ઉમેદવારના કૌભાંડમાં 70થી વધુ લોકોની સંડોવણી હોવાની પોલીસને આશંકા છે.

ભાવનગર ડમીકાંડ: કોર્ટે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, LCBએ 36  વિરૂદ્ધ નોંધ્યો ગુનો | Court granted remand to four persons in Bhavnagar  Dummikand

સરકારી ભરતીમાં મોટું કૌભાંડ 
છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવારો પરીક્ષા હતા. ભાવનગરમાં ડમી ઉમેદવારોમાં મુખ્ય 3 સૂત્રધાર છે. શરદ પનોત, પી.કે દવે, બલદેવ રાઠોડ મુખ્ય આરોપી  છે. આ ત્રણેય આરોપી ભરતી પરીક્ષામાં કૌભાંડ આચરતા હતા. તેઓ આરોપી ઉમેદવાર પાસેથી 10 લાખ સુધીના રૂપિયા લેતા હતા. શરદ પનોત અને પી.કે દવે ઉમેદવારો પાસેથી એડવાન્સમાં 50 હજાર રૂપિયા લેતા હતા. જેમાંથી પરીક્ષા પાસ કરાવનારા ડમી ઉમેદવારને 25 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. ઉમેદવારો પાસેથી મોટી રકમ લઈ આરોપી ડમી ઉમેદવારો પાસે પરીક્ષા અપાવતા હતા.

ડમી વિદ્યાર્થીઓ સહિત મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ
આ ત્રણેય હોલ ટિકિટ અને આધારકાર્ડના ફોટા સાથે ચેડા કરીને ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવતા હતા. પોલીસે ડમીકાંડમાં 36 આરોપીના નામો જાહેર કર્યા છે. આરોપીઓના નામ જાહેર કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ 32 ડમી ઉમેદવારોને શોધી રહી છે.

આ લોકો સામે નોંધવામાં આવ્યો ગુનો
(1) શરદર ભાનુશંકર પનોત (રહે.દિહોર, તળાજા)
(2) પ્રકાશ ઉર્ફે પી.કે કરસનભાઈ દવે (રહે. પીપીરલા તળાજા)
(3) બળદેવ રમેશભાઈ રાઠોડ (રહે.દિહોર તળાજા)
(4) મિલન ઘુઘાભાઈ બારૈયા (રહે.તળાજા)
(5) પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (રહે.સિહોર)
(6) શરદના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર
(7) મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી (રહે.ભાવનગર)
(8) કવિત એન.રાવ (રહે. ભાવનગર)
(9) ભાવેશ રમેશભાઈ જેઠવા (રહે.પીપરલા તળાજા)
(10) રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના
(11) જી.એન. દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ ધારી જિ.અમરેલી
(12) રાજ ગીગાભાઈ ભાલિયા (રહે.ભાવનગર)
(13) હિતેશ બાબુભાઈ (રહે. ભાવનગર)
(14) હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ (રહે.બોટાદ સિટી)
(15) પાર્થ ઈશ્વરભાઈ જાની (રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા)
(16) પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર (હે.ભાવનગર)
(17) રમણિક મથુરામભાઈ જાની (રહે.સિહોર ભાવનગર)
(18) ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે (રહે.દિહોર તળાજા)
(19) મહેશ લાભશંકરભાઈ લાઘવા (રહે. કરમદિયા મહુવા)
(20) અંકિત લકુમ (રહે.ભાવનગર)
(21) વિમલ બટુકભાઈ જાની (રહે. દિહોર તળાજા)
(22) કૌશિક મહાશંકર જાની (રહે. ભાવનગર)
(23) જયદીપ બાબુભાઈ ભેડા (રહે.ભાવનગર)
(24) ભગીરથ અમૃતભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(25) ભગીરથ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(26) નિલેશ ઘનશ્યામભાઈ જાની (રહે.ભાવનગર)
(27) નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર (રહે.ભાવનગર)
(28) જયદીપ ભદ્રેશભાઈ ધાંધલિયા (રહે.ભાવનગર)
(29) અક્ષર રમેશભાઈ બારૈયા (રહે. બારસો મહાદેવની વાડી કાળનાળા ભાવનગર)
(30) સંજય હરજીભાઈ પંડ્યા (રહે.ગાંધીનગર)
(31) દિનેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(32) ભદ્રેશ બટુકભાઈ પંડ્યા (રહે.ભાવનગર)
(33) અભિષેક પંડ્યા (રહે.ટીમાણા તળાજા)
(34) કલ્પેશ પંડ્યા (રહે.તળાજા)
(35) ચંદુ પંડ્યા (રહે.ભાવનગર)
(36) હિતેન હરિભાઈ બારૈયા (રહે.ભાવનગર)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ