બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Bharshiale in Ahmedabad: Meghraja's footfall is slow in areas including Nikol, Isanpur

BIG NEWS / ભરશિયાળે અમદાવાદમાં માવઠું: નિકોલ, ઇસનપુર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે મેઘરાજાની પધરામણી, જુઓ VIDEO

Priyakant

Last Updated: 01:49 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભર શિયાળે ગુલાબી ઠંડી વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ, હવામાન વિભાગે કરી છે કમોસમી વરસાદની આગાહી

  • મણિનગર, ખોખરા વિસ્તારમાં વરસાદ
  • કાંકરીયા, ઈસનપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ
  • ધીમી ધારે અમદાવાદ શહેરમાં વરસાદ

ગુજરાતમાં બદલાયેલ વાતાવરણ વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માહિતી મુજબ મણિનગર, ખોખરા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ સાથે કાંકરીયા, ઈસનપુર વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.  ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. સવારે અને રાત્રે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આ તરફ હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 

ફાઇલ તસવીર 

હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. આ તરફ હવે સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ સાથે પંચમહાલ, ખેડા અને વડોદરામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે  હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. 

 

મહત્વનું છે કે, ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વડોદરાના સાવલી પંથકમાં ગતરાત્રીએ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સાથે આજે સવારે પણ  સુરત, અરવલ્લી, ભાવનગર અને આણંદ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. 

સુરતમાં કમોસમી વરસાદ 
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહત્વનું છે કે, મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ 
પંચમહાલ જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને લઈ અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે, કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતિત બન્યો છે. જેને લઈ હવે શિયાળુ પાક અને સૂકા ઘાસચારામાં ભારે નુકશાનની શક્યતા છે. આ સાથે ધરતીપુત્રોને પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે. 

અરવલ્લીમાં વરસાદ 

અરવલ્લીમાં વહેલી સવારે કમોસમી વરસાદ
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ આજે વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મોડાસામાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. આ તરફ હવે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર યથાવત છે. 

ભાવનગરમાં કમોસમી વરસાદ
આ તરફ ભાવનગર શહેરમાં હળવુ ઝાપટું પડ્યું છે. મહત્વનું છે કે, કમોસમી વરસાદની આગાહીની ભાવનગરમાં અસર થઈ છે. જેને લઈ આજે વહેલી સવારે વરસાદના ઝાપટા બાદ ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું હતું. આ તરફ વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિની સ્થિતિ સર્જાઇ છે. 

આણંદ વરસાદ 

આણંદ જિલ્લામાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ 
આ તરફ આણંદ જિલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કમોસમી વરસાદ પડતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. જોકે કમોસમી વરસાદને લઈ તમાકુ, ડાંગર, બાજરી અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સર્જાઇ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર યથાવત છે. 

ખેડા વરસાદ 

ખેડાના વાતાવરણમાં પલટો
હવામાન વિભાગની આગાહી મુજબ ખેડા જિલ્લાનાં વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. આજે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળતા હવે વરસાદ પડવાની સંભાવનાને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે. મહત્વનું છે કે, વરસાદ પડે તો ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થઈ શકે છે. 

વડોદરા શહેરમાં માવઠું 
હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં આગાહી કર્યા બાદ હવે વડોદરા શહેરમાં કમોસમી વરસાદ પડ્યો છે. વિગતો મુજબ વડોદરાના શહેરી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા હાલ ઠંડી સાથે વરસાદી માહોલ જામ્યો છે. આજે સોમાતળાવ, પ્રતાપનગર, માંજલપુર, મકરપુરા વિસ્તારમાં માવઠું પડ્યું છે. 

વડોદરા વરસાદ 

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો
આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જેને લઈ સીંગવડ, સંજેલી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે ફતેપુરા, ઝાલોદ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. હાલ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. મહત્વનું છે કે, વરસાદી માહોલને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

હવામાન વિભાગે શું કરી છે આગાહી ? 
રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે.  એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાશે. સાથે પવનોની ગતિ ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.

મહત્વનું છે કે, આજે નલિયામાં 4.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદમાં 8.4 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની સાથે કોલ્ડવેવની આગાહી કરી છે. મહત્વનું છે કે, ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વડોદરાના સાવલી પંથકમાં ગતરાત્રીએ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ