બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'Beware of the industrialists, otherwise there will be situations like Saputara', warns the locals on the issue of developing Mansukh Wasavani

ચેતવણી / 'ઇન્ડસ્ટ્રીવાળાથી સાવધાન, નહીં તો સાપુતારા જેવાં હાલ થશે', મનસુખ વસાવાની ડેવલોપિંગ મુદ્દે સ્થાનિકોને ચેતવણી

Vishal Khamar

Last Updated: 12:21 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજપીંપળા ખાતે ફરી મનસુખ વસાવાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઈ મોટી હોટલો બનાવે છે. આવનારા દિવસોમાં નર્મદાનાં તમામ ગામો પ્રવાસન ધામ બનવા જઈ રહ્યા છે. સાંસદના પ્રવાસન અંગેના નિવેદન હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

  • રાજપીપળા ખાતે ફરી મનસુખ વસાવાએ આપ્યું ચોંકાવનારું નિવેદન 
  • ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઇ મોટી હોટલ બનાવે છે
  • હોટેલો બનાવી અહીંના આદિવાસીઓને નોકર બનાવે છે

રાજપીંપળા ખાતે આજે સાંસદ સભ્યનો સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે  આ કાર્યક્રમમાં  સાંસદ દ્વારા ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. જેમાં સાંસદે આદિવાસીઓને મોટા ઉદ્યોગપતિઓથી ચેતીને રહેવા અપીલ કરી હતી. 

લોકોને જંગલોમાં વૃક્ષો કાપીને જમીનો ન ખેડવા માટે સલાહ આપતા સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપ્યું. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના રાજપીપળા ખાતે કાર્યક્રમમાં પ્રવાસનને લઇ કહ્યું કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઇ હોટેલ બનાવે છે. એટલું જ નહીં, મનસુખ વસાવાએ એમ પણ કહ્યું કે ઉદ્યોગકારોના નર્મદામાં આંટાફેરા વધ્યા છે. હોટેલવાળાઓ અહીંના આદિવાસીઓની જમીનો લઇ તેમને નોકર બનાવે છે. જો તમે સાવધાન નહીં રહો તો નર્મદા જેવા હાલ સાપુતારાના થશે. 

વધુ વાંચોઃ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે જિગ્નેશ મેવાણીને સોંપી મોટી જવાબદારી, ગુજરાત નહીં આ રાજ્યોમાં કરશે કામ

આદિવાસી સમાજને સસ્તામાં જમીનો નહી આપી દેવા અપીલ કરી
તેમણે લોકોને એમ પણ કહ્યું કે પ્રવાસન માટે જો હોટેલવાળાઓને જમીન આપો તો તમે ભાગીદાર બનજો. આપણે સાચવવાનું છે કે સ્થાનિકોને જ વધુ રોજગારી મળે. રાજપીપળા પાસે જુનારાજનો રસ્તો મંજૂર થવા અંગે મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું. જેમાં તેમણે પ્રવાસન માટે આદિવાસી સમાજને સસ્તામાં જમીનો નહીં આપી દેવા લોકોને અપીલ કરી હતી. જો કે તેમણે એમ પણ કહ્યું કે આવાનારા દિવસોમાં નર્મદાના તમામ ગામડાઓ પ્રવાસન ધામ બનવા જઇ રહ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ