બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / benjamin mendy claimed that he slept with 10000 women

વિશ્વ / '10,000 મહિલાઓ સાથે સંબંધ બાંધ્યાં', ખેલાડીના દાવાથી રમતજગતમાં મચી સનસની, મામલો જાણવા જેવો

Vaidehi

Last Updated: 05:13 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેનચેસ્ટર સિટીનાં ડિફેંડર બેંજામિન મેંડી સામે બળાત્કારનાં અનેક કેસો ચાલી રહ્યાં છે ત્યારે તેમણે પોતે દાવો કર્યો છે કે તેમણે 10,000 મહિલાઓ સાથે યૌન સંબંધ બનાવ્યો છે પરંતુ...'

  • ડિફેંડર બેંજામિન મેંડી પર બળાત્કારનો આરોપ યથાવત
  • પીડિતાએ જ્યૂરીને જણાવી પોતાની આપવીતી 
  • મેંડીએ 10000 મહિલા સાથે યૌન સંબંધ બાંધ્યાનો કર્યો દાવો

28 વર્ષીય બેંજામિન મેંડીની સામે પહેલાથી જ બળાત્કારનાં અનેક મામલાઓ નોંધાયેલા છે.બેંજામિન પર બળાત્કારનાં 6 મામલાઓ અને મહિલાનાં યૌન ઉત્પીડનનાં 4 મામલાઓ દાખલ હતાં જેમાં જ્યૂરીએ તેમને નિર્દોષ જાહેર કર્યાં હતાં. જો કે  જાન્યુઆરીમાં થયેલ છેલ્લી સુનાવણી દરમિયાન જ્યૂરી મેંમબર્સ 2 મામલામાં ચુકાદો આપવામાં વિફળ રહી હતી કારણકે તે 2 પીડિતાઓ જ્યૂરી સદસ્યની છેલ્લી સુનાવણી દરમિયાન હાજર નહોતી રહી શકી. જેના કારણે આ કેસ હાલમાં રીઓપન થયો. મેંડી પર ઓક્ટોબર 2020માં પોતાની 4 મિલિયન પાઉંડની કિંમતવાળી હવેલીમાં 24 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ છે તો તેના 2 વર્ષ પહેલાં 29 વર્ષની એક મહિલા સાથે રેપનો પ્રયાસ કર્યા હોવાનો આરોપ હતો.

10000 મહિલાઓ સાથે સંબંધ બનાવ્યાંનો દાવો
મેંડી પર બળાત્કારનો આરોપ લગાડનાર મહિલાએ કહ્યું કે ફ્રેંચ ફુટબોલરે તેમનો ફોન છીનવી લીધો હતો. આ બાદ જ્યારે તે પોતાનો ફોન લેવા અંદર ગઈ તો મેંડીએ બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો અને મહિલા સાથે દુર્વ્યવહાર કર્યું. મહિલાએ દાવો કર્યો છે કે મેંડીએ પીડિતાને કહ્યું હતું કે તેણે 10000 મહિલાઓ સાથે સંબંધ બનાવ્યાં છે. વધુમાં મેંડીએ કોઈને આ વિશે ન કહેવા પણ જણાવ્યું હતું.

મેંડીએ આરોપનો કર્યો સ્વીકાર
મેંડીએ પોલીસને પૂછપરછ દરમિયાન કહ્યું કે તેણે જેમની પણ સાથે સંબંધ બનાવ્યાં છે તે તમામ મહિલાની સહમતિથી બનાવ્યાં છે. જો કે મેંડીએ દાવો કર્યો છે કે તે આશરે 10000 મહિલા અને છોકરીઓ સાથે શારીરિક સંબંધ બનાવી ચૂક્યો છે પરંતુ તેણે ક્યારેય પણ કોઈની સાથે જબરદસ્તી કરી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ