બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Benefits Of Shiv Hriday Stotra in shravan month get rid from every problem

ધર્મ / મનપસંદ જીવનસાથી મેળવવા શ્રાવણ માસમાં અચૂકથી કરો આ સ્તોત્ર, તમામ કષ્ટો પણ થશે દૂર

Arohi

Last Updated: 08:41 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Shiv Hriday Stotra : ભગવાન ભોલેનાથની કૃપા મેળવવા માટે શ્રાવણના મહિનામાં જો તમે નિયમિત રીતે શિવ હૃદય સ્તોત્રનો પાઠ કરો છો તો તમને સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

  • ભગવાન શિવે કરી હતી શિવ હૃદય સ્તોત્રની રચના 
  • શિવને અતિ પ્રિય છે તેનો પાઠ 
  • ભક્તોએ શ્રાવણમાં જરૂર કરવો જોઈએ તેનો પાઠ 

શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથની પૂજા આરાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. હિંદૂ કેલેન્ડર અનુસાર શ્રાવણની શરૂઆત 4 જુલાઈ 2023એ થઈ ચુકી છે અને 31 ઓગસ્ટ 2023એ તે પુરો થશે. ગુજરાતી કેલેન્ડર અનુસાર 18 જુલાઈએ શ્રાવણ મહિનો શરૂ થશે.

શ્રાવણ મહિનો શિવજીને ખૂબ જ પ્રિય છે. આજ કારણ છે કે આ મહિનામાં ભગવાન શંકરની ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરવા પર તમને 2 ગણુ ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણના મહિનામાં ભગવાન શંકરને પ્રસન્ન કરવાના નિયમિત રીતે તેમનો જળાભિષેક કરો. 

શિવ હૃદય સ્તોત્ર પાઠથી થશે આ લાભ 

  1. ધાર્મિક ગ્રંથોના અનુસાર ભગવાન શિવે પોતે શિવ હૃદય સ્તોત્રની રચના કરી છે. જેના કારણે શિવ હૃદય સ્તોત્રને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. 
  2. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રાવણનો આખો મહિનો શિવ હૃદય સ્તોત્રનો પાઠ કરે છે તેમના ઉપર ભગવાન ભોલેનાથની કૃરા વરસે છે. 
  3. શિવ હૃદય સ્તોત્રના નિયમિત પાઠથી ભક્તોને ભોલેનાથના હૃદયમાં સ્થાન અને પરમ શિવ ભક્તિનું વરદાન પ્રાપ્ત થાય છે. 
  4. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જે વ્યક્તિ શિવ હૃદય સ્તોત્રનો દરરોજ પાઠ કરે છે તેને ઈચ્છા અનુસાર જીવનસાથી પ્રાપ્ત થાય છે. 
  5. શ્રાવણના મહિનામાં તેના પાઠથી તમારી દરેક સમસ્યા દૂર થઈ શકે છે. તેના ઉપરાંત જીવનની દરેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળી શકે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ પણ થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ