બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Benefits of eating tomatoes, good for stomach as well as your skin

સ્ફૂર્તિલું / સમય ગુમાવ્યા વગર તમારા ડાયટમાં આ વસ્તુને સામેલ કરી દો, લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે

Vaidehi

Last Updated: 05:17 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિયમિત ટમેટા ખાવાથી શરીર અને ત્વચા બંને સ્વસ્થ રહે છે. ટમેટા ખાવાનાં અનેક ફાયદાઓ છે. ડાયટમાં ચોક્કસથી ઊમેરવા જોઈએ ટમેટા.

  • ટમેટા ખાવાનાં અનેક ફાયદા
  • પેટથી ત્વચાની અનેક સમસ્યાઓ થાય દૂર
  • લોહતત્વની માત્રા ઘણી વધારે હોય છે

આમ તો ટામેટાં આપણાં ભોજનનો મહત્ત્વનો હિસ્સો છે. જો તમે તેનો તમારા ભોજનમાં ઉપયોગ નથી કરતાં તો હવે સમય ગુમાવ્યા વગર તમારા ડાયટમાં ફેરફાર કરો. નિયમિત ટામેટાંનો ખાવામાં ઉપયોગ કરીને એકદમ હેલ્ધી રહો.
જો તમને શરીરમાં લોહીની ઊણપ વર્તાતી હોય અને ચહેરો ફિક્કો પડી ગયો હોય તો શક્ય તેટલાં વધુ ટામેટાં ખાઓ. આનાથી તમારું લોહી તો વધશે જ સાથે ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે. 

ટામેટાંમાં લોહતત્વની માત્રા ઘણી વધારે
ટામેટાંમાં લોહતત્ત્વની માત્રા દૂધની સરખામણીએ બે ગણી અને ઈંડાંની તુલનાએ પાંચ ગણી હોય છે. વિટામિન-એ, બી, સી સિવાય તેમાં પોટેશિયમ તેમજ તાંબુ હોય છે. લોહતત્ત્વની દૃષ્ટિએ અન્ય તમામ ફળોમાં તે સર્વશ્રેષ્ઠ છે. તે લોહીની ઊણપ દૂર કરી શરીરને પુષ્ટ, સુડોળ અને સ્ફૂર્તિલું 
બનાવે છે. 

ટમેટા ખાવાથી વજન વધતું નથી
ટામેટાંને પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી એટલાં પરિપૂર્ણ માનવામાં આવે છે કે જો સવારના નાસ્તામાં તમે માત્ર બે ટામેટાં પણ ખાઈ લો તો તે સંપૂર્ણ ભોજન બરાબર થઈ જાય છે, તેનાથી વજન બિલકુલ વધતું નથી અને તે શરીરના નાના-મોટા વિકારો દૂર કરે છે, તેનાથી પેટ સાફ આવે છે અને દાંત તેમજ પેઢાંની નબળાઈ દૂર કરવામાં, ચહેરાનું તેજ વધારવામાં અને શરીરની નિર્બળતા દૂર કરવા માટે ટામેટાંનું નિયમિત સેવન કરવું જોઈએ.

ટામેટાં ખાવાના ફાયદા સમજી લો

  • ખાતાં પહેલાં પાકેલું લાલ ટામેટું કાપી તેના પર સિંધવ મીઠું અને કાળાં મરીનો ભૂકો નાખી તેને આદું સાથે ખાઓ, ત્યાર બાદ ભોજન કરો. આ રીતે ખાવાથી પાચનક્રિયા ફાસ્ટ થશે.
  • ટામેટાંના નિયમિત સેવનથી મોઢાનાં ચાંદાં સારાં થઈ જાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
  • આ સિવાય ડાયાબિટિસ અને આંખની નબળાઈ જેવા રોગ પણ ટામેટાંના સેવનથી દૂર રહે છે.
  • ગર્ભવતી સ્ત્રી અને વૃદ્ધોએ પણ શિયાળામાં ટામેટાંનું નિયમિત સવારે સેવન કરવું જોઈએ. આ તેમના માટે ટોનિકનું કામ કરશે. 
  • દરરોજ સવારે ત્રણ-ચાર ટામેટાં કાચાં જ ખાઈ શરીરને સ્વસ્થ-બળવાન બનાવી શકાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ