બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / benefits of eating jaggery with black paper

હેલ્થ / શિયાળામાં ગોળ સાથે આ એક વસ્તુનુ સેવન કરશો, તો જીવશો ત્યાં સુધી બીમારી નહી થાય

Kinjari

Last Updated: 12:55 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં ગોળ અને કાળા મરીનું સેવન ખુબ લાભદાયી માનવામાં આવે છે. ગોળ સાથે થોડા મરીયા તમને શરદી ખાંસી અને ઘણા પ્રકારના ઇન્ફેક્શનથી બચાવે છે.

  • શિયાળામાં ગોળનું કરો સતત સેવન
  • શરદી ખાંસી સિવાયની તકલીફો પણ થશે દૂર
  • સાંધાના દુઃખાવામાં મળશે રાહત

શરદીની સમસ્યામાં રાહત
શરદી અને ફ્લૂની સમસ્યામાં પણ ગોળ અને કાળા મરીનું સેવન કરવાથી ફાયદો થશે. 1 વાટકી દહીંમાં ગોળનો એક નાનો ટુકડો અને 1 ચપટી કાળા મરી મિક્સ કરીને દિવસમાં બે વાર સેવન કરો. તેનાથી શરદી અને ફ્લૂની સમસ્યામાં રાહત મળશે.

સાંધાના દુખાવામાં રાહત મળે છે
ગોળ અને કાળા મરીનું સેવન સાંધાના દુખાવામાં પણ અસરકારક છે. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન અને પોષક તત્વો મળી આવે છે. તે શરીરને ગરમ રાખે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.

પાચન સારું થશે
ગોળ અને કાળા મરીના સેવનથી પાચનક્રિયા પણ સુધરે છે. તેનાથી તમને ભૂખ પણ લાગશે. એક ચમચી ગોળમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર ભેળવીને નિયમિતપણે ખાઓ. તેના સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. 

પીઠના દુખાવામાં લાભ
કમરના દુખાવાની સમસ્યામાં પણ ગોળ અને કાળા મરીનું સેવન કરવાથી ફાયદો થશે. આ માટે 1 કપ ગરમ પાણીમાં 1 ચપટી કાળા મરી અને 1 ચમચી ગોળ પાવડર નાખીને સારી રીતે ઉકાળો અને ચાની જેમ પીવો. તેનાથી કમરના દુખાવામાં રાહત મળશે. 

પીરિયડના દુખાવામાં રાહત મળશે
કાળા મરી અને ગોળનું સેવન કરવાથી પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓથી રાહત મળે છે. આ માટે તમે ગોળ અને કાળા મરીની ચા બનાવીને પી શકો છો.

ધ્યાનમાં રાખો કે ગોળ અને કાળા મરીનું વધુ માત્રામાં સેવન ન કરો કારણ કે, તેની અસર ખૂબ જ ગરમ હોય છે અને વધુ પડતું સેવન કરવાથી તમને નુકસાન થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ