બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / benefits of drinking warm water with jeera dhaniya saunf methi powder

Health Tips / હૂંફાળા પાણીમાં આ 4 મસાલાઓને મિક્સ કરીને પીવો, સ્વાસ્થ્યને થશે ગજબના 4 ફાયદા

Arohi

Last Updated: 02:24 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીરું, ધાણા, વરિયાળી અને મેથીના પાવડરને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જાણો તેના વિશે વિગતે

  • હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવો આ 4 વસ્તુઓ 
  • સ્વાસ્થ્યને થશે જોરદાર ફાયદા 
  • જાણો તેના વિશે વિગતે 

મસાલા એ ભારતીય ભોજન માટે જીવ સમાન છે. તેમના વિના ખાવાની કલ્પના પણ ન કરી શકાય. મસાલા ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. રસોડામાં રહેલા મસાલા ઘણા રોગોમાં ઉપયોગી છે. 

ઉદાહરણ તરીકે હળદરનું દૂધ અને કાળા મરી અને અજમાની ચા પીવાથી શરદી-ખાંસીમાં તરત જ આરામ મળે છે. હૂંફાળા પાણીમાં જીરું, ધાણા, વરિયાળી અને મેથીના પાવડરને મિક્સ કરીને પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે જાણો તેના વિશે વિગતે...

બ્લડ શુગર
આ 4 મસાલાને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીશો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે. HbA1c ઘટાડવા માટે કામ કરો. આ ચાર મસાલા ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવાનું કામ કરે છે.

પેટની સમસ્યાઓ થાય છે દૂર 
આ મસાલાઓને પાણીમાં મિક્સ કરીને પીવાથી મળ પસાર થવામાં સરળતા રહે છે. તેનાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સિવાય તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

વજન ઘટે છે 
ત્યાં જ પાણીની સાથે આ ચાર વસ્તુનું સેવન કરવાથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આને પીવાથી કેલરી બર્ન કરવામાં પણ મદદ મળે છે અને પોષક તત્વોના વધુ સારી રીતે શોષણમાં પણ મદદ મળે છે.

મેટાબોલિઝમ થશે બૂસ્ટ 
જો તમે રાત્રે સૂતા પહેલા જીરું, ધાણા, વરિયાળી, અજમો અને મેથીના પાઉડર સાથે નવશેકું પાણી પીશો, તો ખોરાક પચવામાં સરળ રહેશે અને મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ