બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Beijing: China Sponge city project failed: 140 people died due to heavy rain

વિશ્વ / ચીનમાં પૂર, 140ના મોત: કરોડોના ખર્ચે બનાવેલ સ્પંજ સિટી ડૂબ્યું, ફાયદાની જગ્યાએ થયું નુકસાન

Vaidehi

Last Updated: 06:52 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂરનો સામનો કરવા ચીનમાં 70 હજાર કરોડનાં ખર્ચે સ્પંજ સિટી બનાવવામાં આવ્યું પરંતુ એક ભારે વરસાદનાં ઝાપટાએ શહેરોમાં પાણી ફેરવી દીધાં.

  • ચીનમાં પૂરને લીધે 140 લોકોનું મોત
  • 70 હજાર કરોડનાં ખર્ચે બનાવાયું હતું સ્પંજ સિટી
  • 2016-2021માં જ થઈ ગયો પ્રોજેક્ટ ફેઈલ

ચીનનાં અનેક શહેરોમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. માત્ર જૂલાઈ મહિનામાં જ વરસાદને લીધે લગભગ 140 લોકોનું મૃત્યુ નોંધાયું છે. હજારો ઘર નષ્ટ થઈ ગયાં છે તેવામાં ચીનનાં એ પૂર નિરોધક મોડેલ પર સવાલ ઊઠી રહ્યાં છે જેના પર તે દેશ છેલ્લાં 8 વર્ષોથી કામ કરી રહ્યાં છે. જેનું નામ છે સ્પંજ સિટી મૉડલ.

વધુ આબાદીવાળા શહેરોમાં પૂરની સ્થિતિ સૌથી વધુ સર્જાતી હોય છે. ભારી માત્રામાં થતાં કંસ્ટ્રક્શનને લીધે જમીનની પાણી શોષવાની ક્ષમતા ઘટી જાય છે.  ઝાડ કપાય અને મેદાની જમીન કોન્ક્રીટથી ઢંકાઈ જવાને લીધે પાણી જમીનની અંદર નથી પહોંચી શકતું. તેવામાં વરસાદ આવવાને લીધે પૂરની સ્થિતિ બની જાય છે. ચીને આ સમસ્યાનું સમાધાન નિકાળવા માટે સ્પંજ સિટી બનાવી હતી.એટલે કે એવું શહેર જે પાણી શોષી લે.

શું છે સ્પંજ સિટી પ્રોજેક્ટ?
2015-2016માં કુલ 30 શહેરોને પાયલટ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં. ત્યાં ઝાડ વાવવામાં આવ્યાં અને તળાવ પણ બનાવવામાં આવ્યાં જેથી જમા થયેલું પાણી જમીનની અંદર ઊતરી જાય. પરિણામે પૂરની સમસ્યાનો અંત આવે. હેનાનનાં ઝેંગ્ઝોને સ્પંજ સિટીનાં નિર્માણ માટે પસંદ કરવામાં આવ્યાં હતાં. 2016થી 2021 સુધી 60 બિલિયન યુઆન (આશરે 70 હજાર કરોડ) લગાવીને સિટી બનાવવાનું કામ થયું. જો કે 2021માં જ ભારે વરસાદમાં આ યોજના ફેઈલ થતી દેખાઈ હતી.

શા માટે આ પ્રોજેક્ટ ફેઈલ જઈ રહ્યો છે?
રિપોર્ટ અનુસાર સ્પંજ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર દિવસમાં 200 મિલીમીટર સુધીનાં જ વરસાદનો સંગ્રહ કરી શકે છે. 2021 દરમિયાન ઝેંગ્ઝોમાં એક કલાકની અંદર જ 200 મિમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય મોડલ લાગૂ કરવામાં પણ કેટલીક સમસ્યાઓ આવી હતી. રિસર્ચર્સ કહે છે કે ગયાવર્ષ સુધી ચીનનાં 654 શહેરોમાંથી કેવળ 64એ જ સ્પંજ સિટી સાથે સંકળાયેલા દિશાનિર્દેશોને લાગૂ કરવાનો કાયદો બનાવ્યો હતો. એક્સપર્ટસ્ કહે છે કે  સરકારે સ્પંજ સિટીનાં નિર્માણ પર પણ ઓછું ધ્યાન આપ્યું છે, તેમનો ફોકસ આ મુદા પર રાષ્ટ્રીય કાયદો બનાવવામાં છે.

વરસાદથી ચીનની હાલત ખરાબ
કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે એ શહેરોમાં વધુ વરસાદ થયો છે કે જ્યાં સ્પંજ સિટી યોગ્યરીતે ડેવલોપ નથી થઈ. બેજિંગ અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. કેટલાક દિવસો પહેલાં જ બેજિંગમાં ભયાનક ગરમી પડી રહી હતી. પરંતુ હવે વરસાદે ત્યાં તબાહી મચાવી છે. બેજિંગની આસપાસનાં પહાડી વિસ્તારોને જોડતાં 100થી વધુ રસ્તાઓ તૂટી ગયાં છે. હજારો લોકોને સ્થળાંતરિત કરાવવામાં આવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ