બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / Before using a credit card for festival shopping, know this much, it will be beneficial if not harmful

તમારા કામનું / Festival Shopping માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલાં આટલું જાણી લેજો, રહેશો ફાયદામાં નહીં તો નુકસાન

Megha

Last Updated: 01:20 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોની સિઝનમાં ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તેનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

  • તહેવારોની સિઝનમાં ઘણા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે 
  • ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો કાળજીપૂર્વક ઉપયોગ કરો 
  • ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના ફાયદા અને ગેરફાયદાણએ ધ્યાનમાં રાખો 

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં લોકો ઘણી ખરીદી પણ કરે છે. એવામાં જો તમે તહેવારોની સિઝનમાં ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો અમુક વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.  જો ક્રેડિટ કાર્ડનો કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

Tag | VTV Gujarati

ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડનો કાળજીપૂર્વક ઉપયોગ કરો 
આજકાલ લોકો ડિસ્કાઉન્ટ અને ઓફર માટે અલગ અલગ કંપનીના ક્રેડીટ કાર્ડ વાપરતા હોય છે. લોકો અવરનાર ક્રેડિટ કાર્ડનો ખૂબ ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડના પણ ઘણા ફાયદા છે. આના દ્વારા, લોકોને ચૂકવણી કરવા માટે કેટલીક ક્રેડિટ મર્યાદા મળે છે. જેની મદદથી અગાઉથી પેમેન્ટ કરી શકાશે. સાથે જ ક્રેડિટ કાર્ડથી બીજા પણ ઘણા ફાયદા મળે છે. ક્રેડિટ કાર્ડના કેટલાક ગેરફાયદા હોવા છતાં તેની અવગણના કરવામાં આવે તો વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ સિઝનમાં ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

બજેટ બનાવો
જ્યારે પણ તમે તહેવારોની સિઝનમાં ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરો છો ત્યારે બજેટ બનાવો. બજેટ બનાવ્યા વગર ખરીદી કરવાથી બજેટ બગડી શકે છે અને લોકોને લાભના બદલે આર્થિક બોજનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, ક્રેડિટ કાર્ડ દ્વારા એટલું જ શોપિંગ કરો જેટલું તમે ચૂકવી શકો છો.

થોડા દિવસમાં બદલાઈ જશે ડેબિટ-ક્રેડિટ કાર્ડથી પેમેન્ટના નિયમો, જાણો તમને શું  થશે લાભ | card tokenization new rule of credit card and debit card will  implement on 1 October

ક્રેડિટ કાર્ડ લિમિટ
દરેક ક્રેડિટ કાર્ડની એક લિમિટ હોય છે. ચુકવણી માત્ર તે મર્યાદામાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ખરીદી કરતી વખતે તમારે ક્રેડિટ કાર્ડ લિમિટનું ખૂબ ધ્યાન રાખો. એવું ન થવું જોઈએ કે તમે તમારી ક્રેડિટ કાર્ડ લિમિટ કરતાં વધુ ખરીદી કરવાનું શરૂ કરો. ક્રેડિટ કાર્ડની મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવા પર તમારે દંડનો પણ સામનો કરવો પડી શકે છે.

રિવૉર્ડ અને ડિસ્કાઉન્ટ 
તમને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવા પર ઘણા બધા રિવૉર્ડ અને ડિસ્કાઉન્ટ મળે છે. તહેવારોની સિઝનમાં લોકોને વિવિધ ઑફર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે ખરીદી કરો ત્યારે રિવૉર્ડ અને ડિસ્કાઉન્ટને ધ્યાનમાં રાખો જેથી કરીને તમે લાભ લઈ શકો.

યોગ્ય ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો
બેંકો દ્વારા અલગ અલગ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવે છે. તમારી પાસે એક કરતાં વધુ ક્રેડિટ કાર્ડ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો જેના દ્વારા તમે ખરીદી કરતી વખતે વધુ લાભ મેળવી શકો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ