બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / Be warned before ordering cheap mobiles online! Otherwise, the perfume of thugs will come home, a new modus operandi has emerged
Vishal Khamar
Last Updated: 07:26 PM, 5 December 2023
ADVERTISEMENT
ઓનલાઈન ચીજ વસ્તુઓ મંગાવતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે સુરતમાં ઓનલાઈન મોબાઈલનાં બદલે પરફ્યુમ મોકલી છેંતરપીંડી કરતા ઠગ પોલીસનાં હાથે ઝડપાયો છે. આ ઠગ મોબાઈલનાં બદલે પરફ્યુમ મોકલી લોકો સાથે છેંતરપીંડી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઠગ લોકોને સોશિયલ મીડિયા મારફતે સસ્તામાં મોબાઈલ આપવાની લાલચ આપી છેંતરપીંડી આચરતો હતો.
ADVERTISEMENT
ઓનલાઈન સસ્તા મોબાઈલની લોભામણી લાલચ આપી લોકો સાથે છેંતરપીંડી આચરતો
આ સમગ્ર બાબતે પોલીસનાં ધ્યાને આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા ક્રાઈમ બ્રાન્ચે રાંદેરમાંથી અફઝલ ખાંડા નાનાં શખ્સની અટકાયત કરી હતી. તેમજ વધુ તપાસમાં પોલીસે કોમ્પ્યુટર અને પરફ્યુમ ભરેલા 70 થી વધુ કાર્ટૂન મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે બાદ સુરત પોલીસ દ્વારા યુવકની પૂછપરછ હાથ ધરતા અફઝલ ઓનલાઈન મોબાઈલ વેચવાનાં બહાને લોકો સાથે છેંતરપીંડી આચરતો હતો. તેમજ જે લોકો ઓનલાઈન મોબાઈલ મંગાવતા તેઓને મોબાઈલની જગ્યાએ પાર્સલમાં પરફ્યુમ મોકલી રૂપિયા પડાવવાનો નવિ કમીયો અજમાવ્યો હતો.
આરોપી દ્વારા ગુજરાત બહારનાં લોકોને વધુ ટાર્ગેટ કરતો
અફઝલ ખાંડા દ્વારા સોશિયલ મીડિયામાં લોકોને સસ્તા મોબાઈલ આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં ઝડપાયેલા શખ્શનાં અનેક ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. ત્યારે આરોપી દ્વારા ગુજરાત બહારનાં લોકો સોફ્ટ ટાર્ગેટ હતો. ગુજરાત બહારમાં પોલીસ કેસ થવાની શક્યતા ઓછી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.