બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Be careful! Stories of looting increased during Diwali festival, these places including Bhavnagar, Ahmedabad are hot favorites of looters.

કાર્યવાહી / સાવધ રહેજો! દિવાળીના તહેવાર ટાણે લૂંટના કિસ્સાઓ વધ્યા, ભાવનગર, અમદાવાદમાં સહિત આ જગ્યાઓ લૂંટારાઓની હોટફેવરેટ

Vishal Khamar

Last Updated: 09:45 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોપલમાં થોડા દિવસ પહેલા જ લૂંટ વીથ ગેંગ રેપ કેસનાં પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ભંગારનાં ડેલામાં 6 જેટલા લૂંટારૂઓએ પ્રવેશ કરી લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • રાજ્યમાં અલગ અલગ શહેરોમાં લૂંટ કરી લૂંટારૂઓ ફરાર
  • ભાવનગરમાં ભંગારનાં ડેલામાં લૂંટારૂઓ ત્રાટક્યા
  • અમદાવાદમાં લૂંટ કરી ભાગી રહેલ લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડ્યા

5 arrested for gang rape of a girl in a house in Bopal, Ahmedabad, two real brothers

 અમદાવાદના બોપલના શીલજમાં ગેંગરેપ વિથ લૂંટ કેસમાં કેટલાક ચોકાવનારા ખુલાસા થયા છે. લૂંટનો માસ્ટર માઈન્ડ મનજીતસિંગના ડિસેમ્બરમાં લગ્ન હોવાથી સાસરીમાં પ્રભાવ પાડવા માટે લૂંટનું કાવતરુ ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. લૂંટના કાવતરામાં આરોપી મનજીતે તેના ભાઈ અને મિત્રોને શામેલ કર્યા હતા. લૂંટ બાદ પંજાબ ફરાર થઇ જવાનો પ્લાન હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ઘટનાના 3 દિવસ અગાઉ આરોપીઓએ ઓનલાઈન નકલી હથિયાર મંગાવ્યું હતું. મહિલાને નકલી હથિયાર બતાવીને 2 લેપટોપ, 4 મોબાઈલ, 14 હજાર રોકડ, ગૂગલ પેથી 83 હજાર અને ATM થી 40 હજારની રોકડ ઉપાડીને 1.37 લાખની લૂંટ કરી હતી.આરોપી હરિઓમની નિયત બગડતા ઘરઘાટી સાથે દુષ્કર્મ આચર્યું જ્યારે અન્ય આરોપીએ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સીસીટીવીનાં આધારે લૂંટારૂઓને પકડવાની તજવીજ હાથ ધરી
ભાવનગર શહેરમાં નિગાહે ટ્રેડર્સમાં ભંગારનાં ડેલામાં 6 જેટલા લૂંટારૂઓ ચોકીદારનાં ગળા પર છરી રાખીને કોપરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારે આ બાબતે પોલીસે 70 હજારની કિંમતનાં કોપર સહિતનાં માલની ચોરીની નીલમબાગ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

પોલીસની સતર્કતાનાં કારણે લૂંટારૂઓ પકડાયા

અમદાવાદ શહેરમાં પોલીસની સતર્કતાના કારણે લૂંટ કરીને ભાગી રહેલા આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. પરિસ્થિતિનો લાભા લઈ 3 લૂંટારુઓએ શેલ પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી ભાગી રહ્યા હતા.. આ દરમિયાન લોકોનું ટોળું એકઠું થઈ ગયું જતા બૂમાબુમ સાંભળી  પેટ્રોલિંગમાં રહેલા આનંદનર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. લૂંટારુઓનું બાઇક ચાલુ ન થતા તેઓ બાઇક મુકીને ભાગ્યા હતા. જેનો બે પોલીસ કર્મીઓએ બહાદુરી પૂર્વક દોઢ કિલોમીટર પીછો કર્યા બાદ પ્રહલાદનગર ગાર્ડનમાં તેમને ઝડપી પાડ્યા હતા.

ત્રણેય આરોપીઓને લૂંટ કરવા દુષ્પ્રેરણા આપી હતી

ભાગી રહેલ ત્રણ આરોપીઓએ ગાર્ડનમાં પોલીસ પણ જ્યાં પહોંચી આરોપી પૈકી એક આરોપીએ દેશી કટ્ટો પોલીસ સામે કર્યો હતો. જોકે અન્ય એક પોલીસકર્મીએ ચપળતા પૂર્વક દેશી કટ્ટા ને આરોપીના હાથે લાકડી મારી છોડાવી દીધો અને આરોપીને દબોચી લીધા. પોલીસ તપાસમાં સામે આવ્યું  છે કે આ ત્રણેય આરોપીઓને સિકંદર સહાની નામના આરોપી એ લૂંટ કરવા માટે દુષ્પ્રેરણા આપી હતી અને દેશી કટ્ટો પણ આપ્યો હતો. સંજય સહાનિ અને વકીલ સહાની લૂંટ કરીને ભાગતા સમયે પોલીસ ના હાથે ઝડપાઇ ગયા. બંને આરોપી પથ્થર ઘસાઈનું કામ કરતા હતા. સિકંદર સહાનીના પ્લાન પ્રમાણે સંજય અને વકીલ સહાની લૂંટ કરવા ગયા હતા. લૂંટનો પ્લાન ઘડનાર સિકન્દર ગુનાહિત હિસ્ટ્રિ ધરાવે છે અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ના હાથે ઝડપાઈ ચૂક્યો છે.

પોલીસે ગણતરીનાં કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
આંધ્રપ્રદેશમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં રૂપિયા 6.5 લાખની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. લૂંટારૂ ગોલ્ડ લોન લેવાનાં બહાને કેશ ઓફીસરનાં રૂમમાં ઘુસ્યો હતો.આ લૂંટની સમગ્ર ઘટનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પશ્ચિમ ગોદાવરી જીલ્લાનાં નરસાપુરમ શહેરની એસબીઆઈની જોયસુલા શાખામાં લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં છરો બતાવી બ્રાન્ચ કેશ ઓફિસરને ધમકાવીને રોકડ લઈ લૂંટારૂ ફરાર થઈ ગયો હતો. પોલીસે ગણતરીનાં કલાકોમાં ટી સુરેશ બાબુ નામનાં લૂંટારૂને તેનાં ઘરેથી ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ