બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Be careful if you have a habit of taking painkillers

Health / રોજ પેઇનકિલર ખાવાની છે આદત? તો ચેતી જજો, નહીં તો લિવર થઇ શકે છે ડેમેજ, જાણો કેમ

Kishor

Last Updated: 09:32 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરરોજ પેઇનકિલર ખાવાની આદત હોય તો ચેતજો કારણ કે વધુ પડતા આવી દવાઓના ઉપયોગને લઈને લીવર ડેમેજ, પેટને આડઅસર અને કિડનીને મોટા નુકસાનનો જાણકારો દ્વારા દાવો કરવામાં આવે છે .

  • પેઇનકિલર ખાવાની છે આદત હોય તો ચેતજો 
  •  લિવર થઇ શકે છે ડેમેજ
  • લીવર ડેમેજ, પેટને આડઅસર અને કિડનીને થાય છે મોટું નુકસાન

ઘણા લોકો એવા હોય છે. જેના શરીરમાં સામાન્ય દુ:ખાવાની સાથે જ તેઓ તાત્કાલિક પેઇનકિલર્સનો દવા લેતા હોય છે. પરંતુ ખરેખર આ દવા દર્દ દૂર રહી છે કે શરીરના કોઈ ભાગને મોટું નુકસાન કરી રહી છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. એવો દાવો કરવામાં આવે છે કે દરરોજ પેઇનકિલર્સ લેવાથી લીવર ડેમેજ, એક્યુટ ગેસ્ટ્રાઇટિસ, પેટને આડઅસર કિડનીને નુકસાન જેવી અનેક સમસ્યા માથું ઊંચકી શકે છે.બે પ્રકારની પીડા નિવારક દવાઓ છે, પ્રથમ પેરાસીટામોલ આધારિત અને NSAIDs અથવા બિન-સ્ટીરોઈડલ વિરોધી દવાઓ જેમાં ડીક્લોફેનાક, સોડિયમ, આઈબુપ્રોફેન, પ્રોફેન, એસીક્લોફેનાક સહિતની દવાનો સમાવેશ થાય છે.આ દવાઓ મેડિકલ સ્ટોર્સ પર આસાનીથી મળી જતી હોવાથી લોકો દર્દની સમયે તેનો ઉપયોગ કરતા હોય છે.

તાવ આવે એટલે ધડ દઈને PARACETAMOL લઈ લેતા હોવ તો પહેલા આ વાંચી લો, શરીરને  કરી શકે છે મોટું નુકસાન | do not take paracetamol casually paracetamol may  harm your body know

કિડનીને થઈ શકે છે મોટું નુકસાન
નિષ્ણાતો દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે દરરોજ ત્રણથી ચાર મહિના દરમિયાન એક ગ્રામથી વધુ પેરાસીટામોલ લેવાથી લીવર અને કિડનીને મોટું નુકસાન પહોંચે છે. એક ગ્રામ પેરાસીટામોલ એનએસઆઇડી જેટલું નુકસાન પહોંચાડતી ન હોવા છતાં પણ તેને વધુ ન ખાવી જોઈએ. NSAIDsના વધુ ઉપયોગ લીવરની ઇજા, તીવ્ર ગેસ્ટ્રાઇટિસ, ગેસ્ટ્રિક અલ્સર, કિડનીને કાયમી નુકસાન જેવી ઘણી સમસ્યાઓ ઉદ્દભવું શકે છે. એટલુ જ નહીં અન્નનળીનેં પણ મોટું નુકસાન થાય છે. બે અઠવાડિયાથી વધુ સમય સુધી NSAIDsનું સેવન કરવાથી કિડનીને ભયંકર નુકસાન થાય છે. વધુમાં હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ પણ ખૂબ જ વધી જાય છે. ઉપરાંત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધારી શકે છે. જેની તેનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ.

કિડની ખરાબ થતા જ શરીર આપે છે આ ચેતવણી, ગંભીરતા દાખવજો નહી તો.. | what are  the symptoms of kidney not working properly

આ રહ્યા લક્ષણ

કિડનીમાં નુકસાની અંગેના સંકેતની વાત કરવામાં આવે તો સામાન્ય પેશાબ કરતા ઓછો પેશાબ થવા લાગે તો સાવધાન થવું જરૂરી છે. જે કિડનીની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડી હોવાનું વર્ણાવે છે. વધુમાં લીવર નજીક જમણી પાંસળીની નીચે, તીવ્ર પીડા અને કોમળતાનો અનુભવ થાય તો તાત્કાલિક નિષ્ણાતની સલાહ કેવી જોઈએ. લીવર અયોગ્ય કામ કરતું હોવાથી લોહીની ગાંઠો જામે છે.

ચેતવણીના લક્ષણો

ઉપરાંત શરીરમાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ,  પેટમાં દુખાવો, ઉધરસ, ખાંસી વખતે લોહી પણ આવી શકે છે. જો આવું થઈ રહ્યું હોય તો તેનો અર્થ એ છે કે તમારું અલ્સર મા કાણું પડયાનું માણવા આવે છે. જેથી તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે. જેટલું વધુ પેઇનકિલર્સનો ઉપયોગ કરવામાં આવશે તેટલું જ જોખમ વધશે. જ્યારે અસહ્ય દુખાવો થાય ત્યારે જ ન છૂટકે પેઇન કિલર્સ લેવી જોઈએ. બાકી રોજની આદન બનાવશો તો મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ