બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Be careful before buying a second hand car! Surat police arrested the thug

એક્શન / સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા થઈ જજો સાવધાન! અમદાવાદ, રાજકોટ, ગાંધીનગરમાં લોકોને ચૂનો લગાડનાર વોન્ટેડની ધરપકડ

Malay

Last Updated: 10:02 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: ઓનલાઇન OLX પર ફોર વ્હીલ ગાડી સસ્તામાં અપાવવાના નામે 22 જેટલા ઓટો કન્સલ્ટન્ટને કરોડોનો ચૂનો લગાડનાર ગઠીયાને મહિધપુરા પોલીસે દબોચી લીધો, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા.

  • OLX પર ફોર વ્હીલ ગાડી વેચાણ નામે છેતરપિંડી
  • કરોડોની છેતરપિંડી આચરનારા મહાઠગની ધરપકડ
  • 22 ઓટો કન્સલ્ટન્ટ પાસેથી પડાવી કરોડો રૂપિયાની રકમ 

Surat News: ફોર વ્હીલ કારના માલિક અને ખરીદી કરનાર વ્યક્તિને વિશ્વાસમાં લઈ ફોર વ્હીલ કાર અપાવવાના બહાને કરોડોની છેતરપિંડી આચરનારા મહાઠગની મહિધરપુરા વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી અગાઉ રાજ્યના અલગ અલગ જિલ્લાના પોલીસ મથકોમાં નોંધાયેલા નવ જેટલા ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. જ્યારે અન્ય દસ જેટલા ગુનામાં આરોપી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. જ્યાં આરોપીનો કબજો મોરબી પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ચોકાવનારી બાબત એ સામે આવી છે કે આ મહાઠગ દ્વારા હમણાં સુધી આ રીતે અલગ-અલગ લોકો સાથે અંદાજીત 3 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે.

એજન્ટ હોવાનું જણાવી કાર માલિકની મેળવી લેતો માહિતી
સુરતની મહિધરપુરા પોલીસે એક એવા મહાઠગની ધરપકડ કરી છે કે જે ફોર વ્હીલ કાર અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. આ ઠગ વિશે જણાવતા સુરત ઝોન 3ના ડિસીપી પિનાકીન પરમારે કહ્યું કે, મૂળ મહેસાણા જિલ્લાના વિસનગરનો રહેવાસી આરોપી પિયુષ મહેશ પટેલ OLX એપ્લિકેશનમાં કાર વેચાણની જાહેરાત જોતો હતો. ત્યારબાદ ફોર વ્હીલના માલિકનો સંપર્ક કરી પોતે એજન્ટ હોવાની શાખ ઉભી કરતો હતો. જે બાદ કાર માલિકને ઊંચા ભાવે કાર વેચી આપવાનો વિશ્વાસ અને ભરોસો અપાવતો હતો. જ્યાં કાર માલિકની તમામ માહિતી ખૂબ જ ચાલાકીથી મેળવી લેતો હતો. જે શહેરમાં કાર વેચાણ હોય તે જ શહેરમાં ઓટો કન્સલ્ટનો વેપાર કરતાં વેપારીનો મોબાઇલ નંબર ગૂગલ મારફતે મેળવી લેતો અને ત્યારબાદ તેનો સંપર્ક કરતો હતો.

આંગડિયામાં પૈસા મંગાવી શહેર છોડી દેતો
તેઓએ જણાવ્યું કે, જે કાર ખરીદ કરવાનું નક્કી થયેલ હોય તે કારના ફોટા તેમજ ડીટેલ્સ વેપારીને મોકલી આપતો હતો. જે કાર જોવા માટે ખરીદનાર વેપારીને વેચાણ કરનાર પાર્ટી પાસે મોકલી આપતો હતો. જ્યાં કારના ભાવ બાબતે કોઈપણ વાતચીત ન કરવાનું જણાવી કાર પસંદ આવે તો તેઓને કારની ડીલેવરી પેમેન્ટ આવ્યાના બેથી ચાર કલાકમાં મળી જશે તેવું આશ્વાસન આપતો હતો. ત્યારબાદ નક્કી થયેલા રૂપિયા કાર ખરીદ કરનાર પાસેથી આંગડિયા પેઢી મારફતે મેળવી છેતરપિંડી આચરતો હતો.રૂપિયા જેવા આરોપી પાસે આંગડિયા મારફતે આવી જતા હતા તે જ ક્ષણે આરોપી જે તે શહેર છોડી અન્ય શહેરમાં ચાલ્યો જતો હતો. 

પિનાકીન પરમાર (DCP, સુરત ઝોન 3)

અનેક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે ગુના
ડિસીપી પિનાકીન પરમારે કહ્યું કે, પોલીસ તપાસમાં આરોપી પિયુષ મહેશ પટેલ સામે મોરબી, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, ગાંધીધામ, વલસાડ સહિત જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. જે ગુનામાં હાલ આરોપી વોન્ટેડ છે. આ સિવાય અગાઉ આરોપી પિયુષ પટેલ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન, સેટેલાઈટ પોલીસ સ્ટેશન, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની છેતરપિંડી કેસમાં પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે. 

3 કરોડની આચરી છે છેતરપિંડી
પોલીસની પૂછપરછમાં આરોપીએ અત્યાર સુધીમાં 22 જેટલા વ્યક્તિઓ પાસેથી અંદાજિત 3 કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં સુરત, , ભાવનગર, બોટાદ, અમદાવાદ, જામનગર, ભરૂચ, નવસારી, બીલીમોરા, વાપી, વડોદરા, આણંદ સહિત અન્ય જિલ્લાના લોકો સાથે છેતરપિંડી આચરી છે. હાલ તો મહિધરપુરા પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાથી કબજો મોરબી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ