બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / Batch Of 1976 Once Coursemates Now They Will Be Service Chiefs

દોસ્તી / 1976માં એકસાથે ડિફેન્સ એકેડમીમાં લીધી હતી એન્ટ્રી, 44 વર્ષ બાદ બન્યો 3 સૈન્ય વડાઓ સાથે અનોખો સંયોગ

Kavan

Last Updated: 09:57 PM, 18 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યારેક સંયોગ પણ એવા સર્જાતા હોય છે, જે આપણને એ માનવા મજબૂર કરી દે છે કે કુદરતનું ગણિત અલગ હોય છે. આવા અદભૂત સંયોગની સાક્ષી હવે ઈન્ડિયના આર્મી બની રહ્યું છે.

  • ક્યારેક સર્જાય છે આવા સંયોગ
  • એક બેંચમેટ સમાન હોદ્દો
  • ત્રણેય મિત્રો બન્યા ભારતની સુરક્ષાના સુકાની

જ્યારે આગામી લેફ્ટિનેન્ટ જનરલ મનોજ  મુકુંદ નરવણે, 31 ડિસેમ્બરે આર્મીચીફ તરીકે જનરલ બિપિન રાવતની જગ્યા લેશે, ત્યારે તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમીના પોતાના જ સહઅધ્યાયી એડમિરલ કરમબીર સિંહ અને એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા એક સાથે દેશની સેનાના શીર્ષ સ્થાન પર હશે. એટલે કે એક બેંચના સહાધ્યાયીઓ હવે એક સાથે દેશની સેનાનું સુકાન સંભાળતા હશે.

ત્રણેય અધિકારીઓ 17 વર્ષની ઉંમરે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં હતા સાથે 

ચુમ્માલીસ વર્ષ જૂની આ તસવીરો છેક 1974ની સાલની છે. તસવીરમાં જોવા  મળી રહેલા આ ત્રણ જવાનો મનોજ, કેબી અને છોટૂને તે વખતે  કદાચ ખ્યાલ નહીં હોય કે તેમની જન્મતિથિ, કરિયર રેકોર્ડ, અને મરિટ, સાથે સાથે તેમનું ભાગ્ય પણ  સાથે સાથે જ ચાલતું જશે. આ ત્રણેય જવાનોએ 17 વર્ષની ઉંમરે 1976માં નેશનલ ડિફેન્સ એકેડેમી સાથે જોઈન કરી હતી. 

તે સમયે આ જવાનોને એવો ખ્યાલ પણ નહીં હોય કે, તેઓ એક સમયે એક સાથે જ દેશની સેનાના વડાઓ બનશે. પ્રથમ તસવીર આગામી સેના પ્રમુખ બનવા જઈ રહેલા લેફ્ટનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણેની છે. બીજી તસવીરમાં વર્તમાન નેવીપ્રમુખ અડમિરલ કરમબીર સિંહની છે. જ્યારે ત્રીજી તસવીર વર્તમાન  વાયુ સેના પ્રમુખ એરચીફ માર્શલ આર. કે. એસ ભદૌરિયા છે. 

એક જ બેંચના ત્રણ સહાધ્યાયીઓ એક સાથે દેશની સેનાનું સુકાન સંભાળતા હશે 

આપને જણાવી દઈએ કે, વર્તમાન આર્મીચીફ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બેરે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની નિવૃત્તિ બાદ તેમની જગ્યા એ  નવા આર્મીચીફ તરીકે લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે નિયુક્ત થશે. નરવણે જ્યારે આર્મીચીફ તરીકે  હોદ્દો સંભાળશે ત્યારે એવો સંયોગ રચાશે કે જેમાં એનડીએની એક જ બેંચના ત્રણ સહાધ્યાયીઓ એક સાથે દેશની સેનાનું સુકાન સંભાળતા હશે. કેમ કે, મનોજ મુકુંદ નરવણે પહેલા એડમિરલ કરમબીર સિંહ નૌસૈનાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. એડમિરલ કરમબિર સિંહે 31 મેથી દેશના 24મા નેવી ચીફ તરીકે હોદ્દો સંભાળી લીધો છે. 

મનોજ મુકુંદ નરવણે દેશના 28મા આર્મી

તો  તેમના બીજા  બેંચમેન્ટ એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા વાયુસેનાનું સુકાન સંભાળી રહ્યા છે. એયર ચીફ માર્શલ ભદૌરિયા 30 સપ્ટેમ્બરે એર ફોર્સના ચીફ બન્યા હતા. હવે  મનોજ મુકુંદ નરવણે પણ  31 ડિસેમ્બરે આર્મી ચીફ તરીકે નિયુક્ત થવા જઈ રહ્યા છે. મનોજ મુકુંદ નરવણે દેશના 28મા આર્મી ચીફ તરીકે જવાબદારી સંભાળશે. અને પોતાના બન્ને બેંચમેટને દેશની રક્ષામાં સહકાર આપશે.  

આપને જણાવી દઈએ કે, આ  ત્રણેય સેનાધ્યક્ષ નેશનલ ડિફેન્સ એકેડેમીના 56માં કોર્સનો હિસ્સો હતા. એનડીએ કૈડેટ તરીકે 3 વર્ષનો અભ્યાસ એકસાથે પૂર્ણ કર્યો છે. બાદમાં ત્રણેય પોત પોતાની સર્વિસ એકેડેમીમાં જોડાયા હતા. ત્રણેય સહાધ્યાયીઓ જૂન 1980માં  ઓફિસર્સ તરીકે કમિશન્ડ થયા. એક જ બેંચના ત્રણ સહાધ્યાયીઓ એક સાથે દેશની સેનાનું સુકાન સંભાળી રહ્યા છે તેની પાછળ આ ઉંમરનો સંયોગ પણ જવાબદાર છે. સર્વિસ ચીફ વધુમાં વધુ 3 વર્ષ સુધી પરંતુ  62 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકે છે. 

ત્રણેય આર્મીચીફના પિતા પણ વાયુસેનામાં  સેવા આપી ચૂક્યા

જ્યારે બીજી તરફ થ્રી સ્ટાર જનરલ 60 વર્ષની ઉંમરે  નિવૃત્ત થઈ જાય છે. આથી જ્યારે પોતાના બન્ને બેચમેન્ટ  વાયુ સેના અને  નૌ સેનાના અઘ્યક્ષ છે એ જ સમયે આર્મીચીફ જનરલ બિપિન રાવત નિવૃત્ત થઈ રહ્યા છે.. અને મનોજ મુકુંદ નરવણેને  નવા આર્મી ચીફ તરીકે સેવા આપવાની તક મળી છે. યોગાનું યોગ એ પણ  છે કે , આ ત્રણેય આર્મીચીફના પિતા પણ વાયુસેનામાં  સેવા આપી ચૂક્યા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ