બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'Batao, tum log yahan ho', Hamas shared the video of the Israeli hostages, a scary sight was seen

ડરનો માહોલ / 'બતાઓ, તુમ લોગ યહાં હો', હમાસે શેર કર્યો ઈઝરાયલી બંધકોનો Video, જોવા મળ્યો ખૌફનાક મંજર

Priyakant

Last Updated: 10:42 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Palestine War News: વીડિયોમાં હમાસના આતંકવાદીઓને પરિવારને કહેતા સાંભળી શકાય છે, 'ઈઝરાયલને કહો કે અમે અહીં છીએ.' આ ફૂટેજમાં બાળકો પણ જોવા મળી રહ્યા છે, જેઓ ખૂબ જ ડરી ગયા છે

  • ઈઝરાયેલ-હમાસ ભીષણ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર 
  • ઈઝરાયલના બંધક પરિવારનો Video વાયરલ
  • હમાસે શેર કર્યો ઈઝરાયલી બંધકોનો Video

Israel-Palestine War : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન હવે એક ફેસબુક લાઈવ સ્ટ્રીમિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ આ વિડીયોમાં હમાસના લડવૈયાઓએ એક ઈઝરાયેલી પરિવારને તેમના ઘરમાં બંધક બનાવ્યો છે. આ વીડિયોમાં હમાસના આતંકવાદીઓને પરિવારને કહેતા સાંભળી શકાય છે, 'ઈઝરાયલને કહો કે અમે અહીં છીએ.' આ ફૂટેજમાં બાળકો પણ જોવા મળી રહ્યા છે, જેઓ ખૂબ જ ડરી ગયા છે.

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિના પગમાંથી લોહી નીકળતું જોવા મળે છે, તેને હમાસના લડવૈયાઓએ પગમાં ગોળી મારી હતી. માણસની પત્ની તેની બાજુમાં બેઠી છે અને તેના ખોળામાં એક નાની છોકરી છે. દંપતીના વધુ બે બાળકો બેઠા છે. વીડિયોમાં એક રડતી છોકરી ચીસોથી બચવા માટે મોં પકડી રહી છે. વીડિયોમાં એક આતંકવાદી પરિવારને વાત કરવાનો આદેશ આપતો જોવા મળે છે. તે કહે છે કે તમારા દેશને કહો કે તમે હમાસના નિયંત્રણમાં છો. તેમને કહો કે તમે હમાસના સભ્યો સાથે ગાઝા નજીક નાહલ ઓઝના કિબુટ્ઝમાં છો.

હમાસે 150 લોકોને બંધક બનાવ્યા 
અહેવાલો મુજબ હમાસે નરસંહાર કરવા માટે ઓછામાં ઓછા 150 લોકોને બંધક બનાવ્યા છે. આમાં કેટલાક બાળકો પણ સામેલ છે. હમાસે ઈઝરાયેલને ચેતવણી આપી છે કે, જો તે ગાઝા પટ્ટીમાં નાગરિકોના ઘર પર બોમ્બમારો કરશે તો તે બંધકોમાંથી એકને ફાંસી આપશે. હમાસની ભયંકર ચેતવણી ઇઝરાયલે ગાઝા પટ્ટીને ઘેરી લેવા, વીજળી અને પાણી કાપવા અને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ખોરાક અને ઇંધણને પ્રવેશતા અટકાવ્યા પછી આવે છે. મહતવનું છે કે, ગાઝા પટ્ટી 20 કરોડ લોકોનું ઘર છે.

નેતન્યાહુએ હમાસની સરખામણી ISIS સાથે કરી 
ઇઝરાયેલી બંધકોની હત્યા છતાં પીએમ બેન્જામિન નેતન્યાહુની સરકારે હમાસ સામે મોટા પાયે લશ્કરી આક્રમણ ઘટાડવાના કોઈ સંકેતો દર્શાવ્યા નથી. નેતન્યાહુએ હમાસની સરખામણી ISIS સાથે કરી હતી. તેણે કહ્યું, હમાસના આતંકવાદીઓએ બાળકોને બાંધીને સળગાવી દીધા અને મારી નાખ્યા. તેઓ અસંસ્કારી છે. આ ભીષણ યુદ્ધમાં ઓછામાં ઓછા 3,000 લોકો માર્યા ગયા છે. નોંધનીય છે કે, આ યુદ્ધ શનિવારથી શરૂ થયું જ્યારે હમાસે ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડ્યા. આ હુમલા બાદ પીએમ બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી કે, હવે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ