બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / banks are paying more interest than fd on savings account

તક / ચુકતા નહીં.! સેવિંગ એકાઉન્ટ પર FDથી પણ વધારે વ્યાજ આપી રહી છે આ બેન્કો, મહારિર્ટનનો લઈ લેજો લાભ

Kishor

Last Updated: 05:46 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DCB બેંક, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક, ફેડરલ બેંક સહિત નાની ખાનગી બેંકો અને નાની ફાઇનાન્સ બેંકો બચત ખાતામાં એફડી કરતા પણ વધુ વ્યાજ ચૂકવી રહી છે.

  • આ બેંકો કરી રહી છે સેવિંગ એકાઉન્ટ પર FD થી વધુ વ્યાજની ઓફર
  • ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા બેંક દ્વારા મહારીટર્ન
  • ફેદરલ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7.15 ટકા સુધી વ્યાજ

ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે સ્મોલ પ્રાઇવેટ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક કેટલીક ખાનગી બેંકોની તુલનામાં સેવિંગ એકાઉન્ટ પર FD થી વધુ વ્યાજની ઓફર કરી રહી છે. ગત નાણાકીય વર્ષમાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટ દરમાં 4 ટકાથી 6.50 ટકાના વધારા બાદ અનેક બેંકોએ સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદર પણ વધાર્યા છે. સ્મોલ પ્રાઇવેટ બેન્ક અને સ્મોલ ફાઇનાન્સ બેનલ સેવિંગ એકાઉન્ટ પર 8 ટકા સુધીના દરની ઓફર મારે છે. આ ઓફર અન્ય ખાનગી બેન્કની તુલનામાં વધુ છે.

Topic | VTV Gujarati

આ બેન્ક આપી રહી છે વધુ વ્યાજ

  • ડીસીબી બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 8 ટકા સુધી વ્યાજ આપી રહ્યું છે. ખાનગી બેન્કમાં આ બેન્ક સૌથી સારુ વ્યાજ આપી રહી છે. આ બેન્કના સેવિંગ એકાઉન્ટમાં ગ્રાહક ન્યુનત્તમ બેલેન્સ 2500 રૂપિયાથી 5000 રૂપિયા સુધી છે.
  • ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7.5 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં આ બેન્ક સૌથી સારુ વ્યાજ આપે છે.
  • ફેદરલ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7.15 ટકા સુધી વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેલેન્સ રાખવાની ન્યુનત્તમ સીમા પાંચ હજાર છે.
  • ડીબીએસ બેન્ક સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધી વ્યાજ આપે છે. વિદેશી બેંકોમાં આ બેન્ક સૌથી સારુ વ્યાજ પ્રદાન કરે છે. જેમાં 10 હજારથી 25 હજાર સુધી મિનિમમ બેલેન્સ હોવું જરૂરિયાત છે. 
  • Tag | VTV Gujarati

એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, એકવીટસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક બચત ખાતા પર 7 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. સ્મોલ પ્રાઇવેટ બેન્ક અને સ્મોલ ફાઇનાન્સ બેન્ક નવા રિટેલ ગ્રાહક મેળવવાં માટે મુખ્યમંત્રી પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની બેન્કની તુલનામાં સેવિંગ એકાઉન્ટ પર વધુ વ્યાજ દરોની ઓફર કરે છે. તમારે લાંબા સમયનો ટ્રેક રેકોર્ડ, સારી સર્વિસ, વ્યાપક શાખા નેટવર્ક અને શહેરમાં એટીએમ સેવાઓ ધરાવતી બેન્કની પસંદગી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે સેવિંગ એકાઉન્ટ પર બેંકો તરફથી વ્યાજ ચૂકવવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ