બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bank of baroda hikes the term deposite triranga plus scheme insterest rates

ગુડ ન્યૂઝ / Bank of Barodaએ રિટેલ ટર્મ ડિપોઝિટનાં વ્યાજદરોમાં વધારો કર્યો, ગ્રાહકોને આ સ્કીમો પર મળશે વધુ રિટર્ન

Vaidehi

Last Updated: 12:29 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પબ્લિક સેક્ટરની બેંક ઓફ બરોડાએ રિટેલ ટર્મ ડિપોઝિટનાં વ્યાજદરોમાં વધારો કર્યો છે. ગ્રાહકોને હવે પહેલા કરતાં વધારે રિટર્ન પણ મળશે.

  • BoBએ રિટેલ ટર્મ ડિપોઝિટનાં વ્યાજદરોમાં કર્યો વધારો
  • ત્રિરંગા ડિપોઝિટ પ્લસ સ્કીમનાં વ્યાજદરો પણ વધ્યાં
  • આ સ્કીમ અંતર્ગત લોકોને વધુમાં વધુ 7.90% વ્યાજ મળશે

સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ બરોડાનાં રિટેલ ટર્મ ડિપોઝીટનાં વ્યાજદરોમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકે ચોક્કસ સમયાવધી માટે વ્યાજદરોમાં 0.3% વધારો કર્યો. તેમાં NRO અને NRI ટર્મ ડિપોઝિટ શામેલ છે. BOBએ માત્ર રિટેલ ટર્મ ડિપોઝિટ જ નહીં પરંતુ પોતાની 399 દિવસની સ્પેશિયલ બરોડા ત્રિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમનાં પણ વ્યાજદર વધાર્યાં છે.

કઈ સ્કીમ પર કેટલો વધ્યો વ્યાજદર?
બેંક ઓફ બરોડાએ 2 કરોડ રૂપિયાથી ઓછી રકમનાં ટર્મ ડિપોઝિટ પર વ્યાજને વધારીને 7.05% કર્યું છે.  પહેલા આ વ્યાજ 6.75% હતું. નવા વ્યાજદર 2થી 3 વર્ષનાં ટર્મ ડિપોઝિટ માટે રહેવાનાં છે. વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજદર 7.25%થી વધીને 7.55% રહેશે.એટલે કે બરોડા ત્રિરંગા પ્લસ સ્કીમની અંતર્ગત જમા રકમ 2 કરોડથી ઓછી છે તો સામાન્ય લોકોને 7.25 % જ્યારે સીનિયર સિટીઝનને 7.75 % પ્રમાણે વ્યાજ મળશે.

ત્રિરંગા ડિપોઝિટ પ્લસ સ્કીમનાં વ્યાજદરો વધ્યાં
બેંકે પોતાની આ સ્કીમનાં વ્યાજદરો વધાર્યાં છે. હવે આ સ્કીમ અંતર્ગત લોકોને વધુમાં વધુ 7.90% વ્યાજ મળી શકશે. જેમાં વરિષ્ઠ નાગરિકોને અલગથી મળનારા 0.50 % નાં વધારાનાં વ્યાજનો પણ સમાવેશ થઈ જાય છે. બેંકનાં વધારેલા વ્યાજદરો 12 મે થી લાગૂ થઈ ગયાં છે. BOB એડવાન્ટેજ FDનાં વ્યાજનાં દરોને 7.30% કરવામાં આવ્યાં છે. આ સ્કીમમાં સીનિયર સિટીઝનને 7.80% વ્યાજ મળશે. આ સ્કીમ અંતર્ગત ઓછામાં ઓછાં 15.01 લાખ રૂપિયા જમા કરવાનાં હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ