Bank Loan Hike: દેશની અન્ય એક બેંકે મર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ્સમાં વધારો કર્યો છે, જાણો કઇ બેંકએ વધાર્યા રેટ...
વ્યાજ દરમાં વધારો 12 એપ્રિલ 2023થી લાગુ
બેંકે લોનના વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
કેનેરા બેંક તરફથી આ વધારો MCLR સાથે જોડાયેલા કર્જદારો માટે વ્યાજ દરમાં વધારો કરશે
Bank Loan Hike: લોન લેનારાઓને વધુ એક આંચકો લાગ્યો છે. દેશની અન્ય એક બેંકે મર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ્સમાં વધારો કર્યો છે. આ વધારો 12 એપ્રિલ 2023થી લાગુ થયો છે. બેંકે લોનના વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. મતલબ કે પર્સનલ લોન, હોમ લોન અને કાર લોનનું વ્યાજ વધશે.
કઈ બેંકે MCLR દરમાં વધારો કર્યો
લોનના વ્યાજમાં આ વધારો કેનેરા બેંક દ્વારા કરવામાં આવ્યો છે. કેનેરા બેંકની વેબસાઇટ અનુસાર, છ મહિના અને એક વર્ષના કાર્યકાળ માટે MCLR દર 8.45 ટકા અને 8.65 ટકા છે. જો કે બાકીના કાર્યકાળ માટે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
HDFC બેંકે એમસીએલ આર રેટમાં ઘટાડો
બેંક દ્વારા આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તેની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો નથી. બીજી તરફ કેનેરા બેંક પહેલા HDFC બેંકે MCLમાં કાપ મૂક્યો હતો. આ ઘટાડો રેપો રેટમાં ફેરફાર ન કરવાના કારણે થયો છે.
કેનેરા બેંક માટે MCLR
કેનેરા બેંક તરફથી આ વધારો MCLR સાથે જોડાયેલા કર્જદારો માટે વ્યાજ દરમાં વધારો કરશે. આ સાથે લોનની EMI પણ વધશે. કેનેરા બેંકની વેબસાઇટ અનુસાર, રાતોરાત MCLR વ્યાજ વધારીને 7.90 ટકા, એક મહિનાના MCLR માટે 8 ટકા, ત્રણ મહિના માટે MCLR વ્યાજ 8.15 ટકા, છ મહિના માટે 8.45 ટકા અને એક વર્ષ માટે MCLR વ્યાજ 8.65 ટકા કરવામાં આવ્યું છે.
કોની લોન MCLR લિંક્ડ છે
કર્જદારોની પાસે અથવા તો એમસીએલઆરથી જોડાયેલી હોમ લોનને ચાલુ રાખવા અથવા બહાર બેંચમાર્ક બેસ્ડ ઉધાર પર સ્વિચ કરવાનો વિકલ્પ હોય છે. લોન પર એમસીએલઆરથી જોડાયેલા વ્યાજ દર 1 એપ્રિલ, 2016થી લાગુ થઇ હતી.