બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bandh announcement in Dediyapada, but MP Mansukh Vasava left to open a shop

રાજનીતિ / ડેડીયાપાડામાં બંધનું એલાન, પણ દુકાન ખોલાવવા નીકળ્યા સાંસદ મનસુખ વસાવા, કહ્યું ભાજપના જ કાર્યકરો ચૈતરની મદદ કરી રહ્યા છે...

Priyakant

Last Updated: 01:36 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitar Vasava News : ભાજપના સાંસદે કહ્યું, ચૈતર વસાવા જો સાચો હોય તો પોલીસને સહકાર આપે, કેમ આવા બંધના એલાન કરી લોકોના ધંધા રોજગાર બગાડે છે, આ સાથે કહ્યું કે, ભાજપના જ કાર્યકરો વેપારીઓને દુકાનો ન ખોલવા ધમકાવે છે: મનસુખ વસાવા

  • ડેડીયાપાડા બંધના એલાનને લઈને સાંસદ મનસુખ વસાવાનું નિવેદન
  • MLA ચૈતર વસાવા સામે ફરિયાદ થતા તેમના સમર્થકોએ બંધનું એલાન આપ્યું છે-વસાવા
  • મનસુખ વસાવાને રજુઆત કરાતા સાંસદે દુકાનો ખોલવા વેપારીઓને કરી અપીલ
  • ભાજપના જ કાર્યકરો વેપારીઓને દુકાનો ન ખોલવા ધમકાવે છે: મનસુખ વસાવા
  • ભાજપના જ કેટલા આગેવાનો ચૈતર વસાવાને મદદ કરી હતી: મનસુખ વસાવા
  • આવા ભાજપના આગેવાનોને પ્રદેશ કક્ષાએ હું ખુલ્લાં પાડીશ-મનસુખ વસાવા

Chaitar Vasava News : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર ખેડાણની બાબતમાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં ચૈતર વસાવાના સમર્થકોએ ડેડીયાપાડા બંધનું એલાન આપ્યું છે. જોકે સાંસદ મનસુખ વસાવાએ  વેપારીઓને દુકાન ખોલવા અપીલ કરી છે. આ સાથે ભાજપના જ કેટલાક આગેવાનો ચૈતર વસાવાને મદદ કરી રહ્યા હોવાનું નિવેદન આપતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. 

નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ તેમના સમર્થકો દ્વારા ડેડીયાપાડા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ બંધને સમર્થન નહીં આપવાની અપીલ કર્યા બાદ હવે ખુદ ભાજપના આગેવાનો જ ચૈતર વસાવાને મદદ કરી રહ્યા હોવાનું કહી રહ્યા છે. આ તરફ હવે ડેડીયાપાડામાં પરિસ્થિતિને જોતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી હડકંપ
ડેડિયાપાડા બંધના એલાનને લઈને સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દિવાળીના તહેવારને લઈને વેપારીઓએ મને રજૂઆત કરી છે. જેને લઈ હવે મનસુખ વસાવાએ વેપારીઓને દુકાન ખોલવા અપીલ કરી છે. આ સાથે મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા સામે ફરિયાદ થવા છતા તેમના સમર્થકોએ બંધનું એલાન આપ્યુ હોવાનું કહ્યું છે. આ સાથે ચોંકવાનારું નિવેદન આપતા કહ્યું કે, ભાજપના કાર્યકરો વેપારીઓને દુકાનો ન ખોલવા ધમકાવે છે. ભાજપના જ કેટલાક આગેવાનો ચૈતર વસાવાને મદદ કરી રહ્યા છે. આવા ભાજપ આગેવાનોને પ્રદેશ કક્ષાએ હું ખુલ્લા પાડીશ. 

ચૈતર વસાવા જો સાચો હોય તો પોલીસને સહકાર આપે: મનસુખ વસાવા 
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, જોચૈતર વસાવા જો સાચો હોય તો પોલીસને સહકાર આપે. કેમ આવા બંધના એલાન કરી લોકોના ધંધા-રોજગાર બગાડે છે. આ સાથે તેમણે કહ્યું કે, ચૈતર વસાવા  ભજપામાં આવવા ઈચ્છે છે. જોકે ડેડિયાપાડાના ભાજપના સામાન્ય કાર્યકર્તાઓ તેને સ્વીકારવા તૈયાર નથી. આ તરફ હવે ભાજપ સાંસદના ખુદ ભાજપના જ આગેવાનો પર ગંભીર આક્ષેપને લઈ હાલ રાજકારણ ગરમાયું છે. 

શું છે સમગ્ર મામલો ? 
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ છે.

વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર
આ અંગે નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. માથાકૂટ મામલે વન વિભાગના અધિકારીઓ દ્વારા નર્મદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દોડતી થઈ છે. જોકે  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ તરફ આજે  ડેડિયાપાડા બંધનૅ એલાનને પગલે હવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ડેડિયાપાડા બંધના એલાનને નિષ્ફળ બનાવવા સાંસદ મેદાને
ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાતા ડેડિયાપાડા ભરેલા અગ્નિ જેવો માહોલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીને મારમાર્યો અને હવામાં ફાયરિંગ કરી હોવાની બાબતે પોલીસ ગુનો નોંધ્યો છે. આ તરફ હવે ધારાસભ્ય વિરૂદ્ધ આ ખોટા ગુના હોવાની બાબતે ચૈતર વસાવાના સમર્થકો એ ડેડિયાપાડા બંધનું એલાન કર્યું છે. જોકે ભાજપ દ્વારા ડેડિયાપાડા બંધના એલાનને નિષ્ફળ બનાવવા સાંસદ મનસુખ વસાવા સહિત બજારમાં ઉતરી પડ્યા છે. આ તરફ નર્મદા પોલીસે DySP ,5 PI, 8 PSI સહિત 100 થી વધુ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ જવાનો ડેડિયાપાડામાં ખડકી દીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ