બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Baloch activist naela quadri baloch india help balochistan

સંઘર્ષ / ભારત અમને આઝાદ કરાવે, બલૂચિસ્તાનના બાળકો પણ પાકિસ્તાન સાથે લડી રહ્યા છે જંગ : દિલ્હી પહોંચેલા બલોચ નેતા

Hiren

Last Updated: 12:13 AM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બલોચ કાર્યકર્તા અને પ્રોફેસર નાયલા કાદરી બલોચ હાલ ભારતના પ્રવાસે છે. ત્યારે તેમણે અહીં PoKની જે કહાની કહી તે હચમચાવી દેનારી છે.

  • બલોચ નેતાએ દિલ્હીમાં મીડિયા સાથે વાત કરી
  • ભારત અમને આઝાદ કરાવેઃ બલોચ નેતા
  • બલૂચિસ્તામાં ચાલી રહ્યો છે સંઘર્ષ

પ્રોફેસર નાયલા કાદરી બલોચે દિલ્હી પહોંચીને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પર પાકિસ્તાનની કરતૂતનો પર્દાફાશ કરી દીધો. નાયલા કાદરી પાકિસ્તાનના ગેરકાયદે વિસ્તાર બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે આંદોલન ચલાવનારા નેતાઓને 21 માર્ચ સુધી પોતાની દેશનિકાલ સરકારની રચના કરી. કેનેડામાં દેશનિકાલ વસી રહેલી વરિષ્ઠ બલોચ નેતા નાયલા કાદરી બલોચને તેના પ્રમુખ બનાવાયા છે. હાલ તેઓ ભારત પ્રવાસે છે. અહીં દિલ્હી પહોંચીને તેમણે મીડિયા સાથે વાત કરી હતી.

ભારત અમને આઝાદ કરાવેઃ બલોચ નેતા
બલૂચિસ્તાનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. આઝાદી માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. અહીં પર નાના છોકરા-છોકરીઓ સંઘર્ષ કરી રહ્યા છે. હું ભારત પાસે પાકિસ્તાન નામના આતંકવાદના કેન્દ્રને સમાપ્ત કરવા માટે બલૂચિસ્તાન સાથે હાથ હાથ મિલાવવાનો આગ્રહ કરીશ. 

CPEC અંગે કહી આ વાત
નાયલા કાદરીએ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જેને CPEC પણ કહેવામાં આવે છે, આ અંગે પણ કેટલાક ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે, આ કોરિડોર બલૂચિસ્તાનવાળા માટે મોતનું ફરમાન જેવો છે. તેમણે કહ્યું કે, આ કોઈ ઇકોનોમિક પ્રોજેક્ટ નથી પરંતુ આ સેન્ય પ્રોજેક્ટ છે. કોઇપણ દેશને આ અધિકાર નથી કે તેઓ બલોચના બંદરગાહને વેચી દે. તેઓ અમને ચીની પાકિસ્તાની વસ્તુઓના નિર્માણ માટે અમારા પૂર્વજોની જમીનથી વિસ્થાપિત કરી રહ્યા છે.

2016માં નાયલા કાદરીનું નિવેદન
વર્ષ 2016માં નાયલા કાદરીનું નિવેદન ખુબ ચર્ચામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના લોકોના હીરો છે. વારાણસીમાં આયોજિત 2 દિવસીય સંસ્કૃતિ સંસદમાં વિશ્વ બલૂચ મહિલા સંઘના અધ્યક્ષ નાયલા કાદરીએ પાકિસ્તાન, ચીનની સાથે મળીને બલૂચિસ્તાનમાં બલૂચ જાતને ખતમ કરવા માંગે છે. પાકિસ્તાન બલૂચ લોકોના નરસંહાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, જો ભારત સરકાર મંજૂરી આપે છે તો બલૂચિસ્તાનની દેશનિકાલ સરકારની રચના વારાણસીમાં કરવામાં આવશે. બલૂચ આઝાદીનો મુદ્દો ઉઠાવવા પર નરેન્દ્ર મોદીના વખાણ કરતા નાયલાએ કહ્યું કે, બલૂચિસ્તાન આઝાદ થાય છે તો તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિમા લગાવશે.

બલૂચિસ્તામાં ચાલી રહ્યો છે સંઘર્ષ
બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે બલોચ વર્ષોષી સંઘર્ષ કરી રહ્યા છે. અંદાજિત 1 મહિના પહેલા બલોચ લિબરેશન આર્મીના જવાનોએ પાકિસ્તાની સેનાની એજન્સીઓ વિરૂદ્ધ હુમલો વધાર્યો હતો. સમાચાર આવ્યા હતા કે, બીએલએએ મિલિટ્રી ઇન્ટેલિજેન્સ અને પાકિસ્તાની ગુપ્ત એજન્સી ઇન્ટર-સર્વિસ-ઇન્ટેલિજન્સ કરન શહેર સ્થિત ઓફિસ પર રોકેટ છોડ્યા હતા. જોકે તેમની કોઇ સત્તાવાર પુષ્ટિ નથી થઇ પરંતુ આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ