બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / bajrang punia is asking to arrange a girl to frame me brij bhushan sharan singh allegations

VIDEO / 'ગમે તેમ કરીને છોકરીની વ્યવસ્થા કરો', પહેલવાનોના ધરણાં મામલે નવો વળાંક, બૃજભૂષણ સિંહે જુઓ શું કર્યો દાવો

Manisha Jogi

Last Updated: 02:29 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૃજભૂષણ સિંહે પહેલવાન બજરંગ પૂનિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં બજરંગ પૂનિયા યુવતીઓની વ્યવસ્થા કરવા માટેની વાત કરી રહ્યા છે.

  • બૃજભૂષણ સિંહ પર પહેલવાનોનું યૌન શોષણ કરવાનો આરોપ.
  • બૃજભૂષણ સિંહનો બજરંગ પૂનિયા પર ગંભીર આરોપ.
  • રેસલર ઘણા દિવસોથી WFI ચીફની સામે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે.

ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે (Brijbhushan Sharan Singh) પહેલવાન બજરંગ પૂનિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. બૃજભૂષણ શરણ સિંહ જણાવે છે કે, તેમણે કમિટીની સામે એક ઓડિયો રજૂ કર્યો હતો, જેમાં બજરંગ પૂનિયા યુવતીઓની વ્યવસ્થા કરવા માટેની વાત કરી રહ્યા છે. દેશના ફેમસ પહેલવાન બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સહિત અન્ય રેસલર ઘણા દિવસોથી જંતર મંતર પર WFI ચીફની સામે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને અન્ય એથ્લીટનું સમર્થન પણ છે. સોશિયલ મીડિયાની મદદથી અન્ય એથ્લીટ સત્ય જાણવા માંગે છે. પહેલવાનોએ બૃજભૂષણ સિંહ પર મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરવાનો આરોપ મુક્યો છે. 

બૃજભૂષણ સિંહે ANIને જણાવ્યું છે કે, ‘મારા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. જો તેમની પાર્ટી રાજીનામું આપવાનું કહેશે, તો તેઓ હું રાજીનામું આપી દઈશ. અત્યારે હું રાજીનામું શા માટે આપું? મેં શુ ખોટું કર્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. મને તો એ પણ ખબર નથી કે, મારા પર કઈ સગીર કિશોરીએ આરોપ લગાવ્યા છે.’

બૃજભૂષણ સિંહ સામે 2 FIR
સુપ્રીમ કોર્ટના આદેશ પછી બૃજભૂષણ સિંહ સામે 2 FIR દાખલ કરવામાં આવી છે. બૃજભૂષણ સિંહ જણાવે છે કે, તેમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને તેમણે કંઈ જ ખોટું કર્યું નથી તથા આરોપનો સામનો કરવા માટે તૈયાર છે. 

બૃજભૂષણ સિંહનો બજરંગ પર આરોપ 
બૃજભૂષણ સિંહ વિડીયોમાં જણાવે છે કે, ‘છેલ્લા 4 મહિનાથી મારા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. કમિટીની સામે આવીને જે પણ યુવતીઓએ નિવેદન નોંધાવ્યું છે, તેમાં સગીર કિશોરીઓના નામ નથી. આ બાળકી કમિટીની સામે આવી નથી. મેં કમિટીની સામે એક ઓડિયો રજૂ કર્યો હતો, જેમાં બજરંગ પૂનિયા કોઈ મહિલા સાથે વાત કરી રહ્યા છે અને યુવતીની વ્યવસ્થા કરવા માટે કહી રહ્યા છે. કોઈપણ રીતે તમે વ્યવસ્થા કરો. તેમણે 3 મહિના પછી વ્યવસ્થા કરી અને એક નવો મામલો સામે આવ્યો છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ