બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Bageshwar Sarkar said, those whose blood is clean will talk about Hindu Rashtra

નિવેદન / સંસદમાં કંઈક મોટું થવાનું છે, જેમનું લોહી સાફ છે તે હિન્દુ રાષ્ટ્રની વાત કરશે...': બાગેશ્વર સરકારનો મોટો દાવો

Priyakant

Last Updated: 12:37 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જેની અંદર સનાતનનું લોહી અને જુસ્સો હશે તે ખુલ્લેઆમ હિન્દુ રાષ્ટ્રનું સમર્થન કરશે અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરશે

  • બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું મોટું નિવેદન 
  • ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશમાં સનાતન બોર્ડ બનાવવાની માંગ કરી 
  • હિન્દુ રાષ્ટ્રને લઈને સંસદમાં ટૂંક સમયમાં કંઈક થવાનું છે: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર બાદ હવે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશમાં સનાતન બોર્ડ બનાવવાની માંગ કરી છે. આટલું જ નહીં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જેનું લોહી શુદ્ધ છે તે હિન્દુ રાષ્ટ્રની વાત કરશે. તેમણે દાવો કર્યો કે, હિન્દુ રાષ્ટ્રને લઈને સંસદમાં ટૂંક સમયમાં કંઈક થવાનું છે.

Photo: (Twitter-Bageshwardham)

બાગેશ્વર ધામના પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. હાલમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે મહાયજ્ઞનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી સંતો અને કથાકારો બાગેશ્વર ધામ પધારી રહ્યા છે. આ બધાની વચ્ચે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આજે એટલે કે ગુરુવારે ફરી એકવાર ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી.

Photo: (Twitter-Bageshwardham)

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, સંસદમાં કંઈક થવાનું છે
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, જેની અંદર સનાતનનું લોહી અને જુસ્સો હશે તે ખુલ્લેઆમ હિન્દુ રાષ્ટ્રનું સમર્થન કરશે. હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરશે અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું ચાલુ રાખશે. જો તેમના લોહીમાં કોઈ સમસ્યા હોય તો તે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત નહીં કરે અને અમને કોઈ વાંધો નથી. તેમણે દાવો કર્યો કે, અમારી પાસે એવો વિચાર પણ છે કે, ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું, હિંદુ રાષ્ટ્રને લઈને એક ક્રાંતિ આવી રહી છે, બહુ જલ્દી આ ક્રાંતિથી સંસદમાં કંઈક થવાનું છે.

સ્વામી પ્રસાદ મૌર્યને લઈ પણ આપ્યું મોટું નિવેદન 
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ  સનાતન બોર્ડની રચના કરવાની સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની માંગનું પણ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, આ યોગ્ય માંગ છે. ચીન ભસ્મ થઈ જશે એવા સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, અમે સનાતન ધર્મના વાહક છીએ અને અમારા ધર્મમાં કોઈને દબાવવાનું કે હિંસા કરવાનું શીખવવામાં આવતું નથી. શિક્ષણ એ આપણા ધર્મની નીતિ છે. જો તેઓને એવું લાગે છે, તો પહેલા તેઓએ જાતે જઈને પ્રયાસ કરવો જોઈએ.

કોંગ્રેસ નેતાઓ પહોંચતા શું બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી ? 
તાજેતરમાં કોંગ્રેસના નેતા કમલનાથ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓના નિવાસસ્થાને પહોંચવા સંબંધિત પ્રશ્ન પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જે પણ આવે છે તે અમે સ્વીકારીએ છીએ. કોણ સમર્થન કરી રહ્યું છે, કોણ વિરોધ કરી રહ્યું છે, આપણે તેમાં પડવાનું નથી. તેથી જેઓ આવ્યા તેમનો આભાર. બાગેશ્વર ધામ સૌને આશીર્વાદ આપે છે.

નોંધનીય છે કે,બાગેશ્વર ધામમાં 7 દિવસ સુધી યજ્ઞ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પહોંચવા લાગ્યા છે. કાર્યક્રમના પહેલા દિવસે કોંગ્રેસ નેતા કમલનાથ પહોંચી ગયા છે. તો હવે મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા પણ બાગેશ્વર ધામ પહોંચ્યા અને આશીર્વાદ લીધા.  આ દરમિયાન રામકથાના સમયે વીડી શર્મા અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક જ સ્ટેજ શેર કર્યું હતું. વીડી શર્માએ કહ્યું કે, ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિંદુ છે. દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારી પણ બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. તેણે સ્ટેજ પરથી ભોજપુરી ગીતો પણ ગાયા, જેને સાંભળીને દર્શકો ઉત્સાહિત થઈ ગયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ