babul supriyo tmc preparations take another bjp mp arjun singh
BIG NEWS /
બંગાળમાં BJPને લાગી શકે છે વધુ એક મોટો ઝટકો, બાબૂલ સુપ્રીયો બાદ આ સાંસદ પર છે TMCની નજર
Team VTV03:09 PM, 22 May 22
| Updated: 03:14 PM, 22 May 22
બૈરકપુર સીટ પરથી ભાજપ સાંસદ અર્જૂન સિંહ આજે કલકત્તામાં ટીએમસી મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી સાથએ મળી શકે છે.
બંગાળમાંથી ભાજપને લાગી શકે છે મોટો ઝટકો
ભાજપ સાંસદ ટીએમસીના સંપર્કમાં હોવાનું સામે આવ્યું
આજે સાંજે ટીએમસી મહાસચિવ સાથે મુલાકાત પણ કરશે
બાબૂલ સુપ્રીયોએ ગત વર્ષે પોતાની લોકસભા સીટ આસનસોલ પરથી રાજીનામુ આપીને ભાજપ છોડી ટીએમસીમાં ગયા હતા. જો કે, હવે સમાચાર આવી રહ્યા છે કે, બૈરકપુર સીટ પરથી ભાજપ સાંસદ અર્જૂન સિંહ આજે કલકત્તામાં ટીએમસી મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી સાથએ મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અર્જૂન સિંહ આજે સાંજે 4 કલાકે અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરશે.
કેન્દ્રીય લીડરશિપ મનાવવા લાગ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની કેન્દ્રીય લીડરશિપથી લઈને રાજ્યના નેતાઓ તેમને મનાવાની કોશિશમાં લાગ્યા છે. કહેવાય છે કે, અર્જૂન સિંહને સતત ફોન કરવામાં આવી રહ્યા છે, ટોપ લીડરશિપમાં પણ તેમને મનાવાની કોશિશ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, અર્જૂન સિંહ કલકત્તા તરફ રવાના થઈ ચુક્યા છે.
છ મહિનાથી ટીએમસીના સંપર્કમાં હોવાનું ખુલ્યું
તો વળી ટીએમસીના સૂત્રોએ જણાવ્યું છે કે, ભાજપ સાંસદ અર્જૂન સિંહ છેલ્લા છ મહિનાથી ટીએમસીના સંપર્કમાં છે. તેમની પાર્ટીના નેતાઓએ સાથે વાત થઈ રહી છે. તો વળી છેલ્લા કેટલાય સમયથી અર્જૂન સિંહ ભાજપ સરકાર વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. તેમના ખામીઓ ગણાવ્યા કરે છે.
2019 પહેલાના મોટા નેતા હતા અર્જૂન સિંહ
2019ની લોકસભા ચૂંટણી પહેલા અર્જૂન સિંહ બૈરકપુરથી ટીએમસી કોંગ્રેસના મોટા નેતા હતા. પણ ચૂંટણી અગાઉ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ભાજપે 2019માં તેમને બૈરકપુરથી ટિકિટ આપી હતી, અને તેઓ જીતીને બૈરકપુરથી સાંસદ બની ગયા હતા.