બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / baba vanga prediction on russia ukraine war vladimir putin

ભવિષ્યવાણી / શું પુતિન દુનિયા પર વર્ચસ્વ જમાવશે? બાબા વેંગાએ રશિયાને લઇને જુઓ શું કરી હતી ભવિષ્યવાણી

Premal

Last Updated: 06:22 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાટોમાં સમાવેશ કરવા મુદ્દે રશિયા અને યુક્રેનમાં લોહીયાળ જંગ ચાલી રહ્યો છે. અમેરિકા અને નાટો દેશોની ધમકીઓને અવગણીને રશિયાની સેનાએ યુક્રેનના તમામ વિસ્તારો પર તાબડતોબ હુમલો કર્યો છે. આ યુદ્ધમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દબંગાઈ આખી દુનિયા જોઇ રહી છે.

  • યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દબંગાઈ દુનિયાએ નિહાળી
  • બદલાતી સ્થિતિ વચ્ચે ચર્ચાએ પકડ્યુ જોર, શું રશિયા વિશ્વનું નવુ શહેનશાહ બનશે?
  • ફરી એક વખત બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચાએ પકડ્યુ જોર

શું રશિયા બની રહ્યું છે દુનિયાનું નવુ શહેનશાહ?

બદલાઇ રહેલી સ્થિતિથી વિશ્વમાં આ વાતની ચર્ચા થઇ રહી છે કે શું હવે રશિયા વિશ્વનું નવુ શહેનશાહ બનવાનુ છે. શું હવે અમેરિકા અને યુરોપની રાજાશાહી સમાપ્ત થવાની છે. રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ વચ્ચે ફરી એક વખત બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા ઝડપથી થઇ રહી છે. આ ભવિષ્યવાણી મુજબ પુતિન હવે યુક્રેન યુદ્ધ બાદ વિશ્વના સૌથી શક્તિશાળી માણસ બનવાના છે અને રશિયા દુનિયા પર રાજ કરશે. 

રશિયાને કોઈ રોકી શકશે નહીં: બાબા વેંગા

બાબા વેંગાએ કહ્યું હતુ કે રશિયા ભવિષ્યમાં દુનિયાનુ બાદશાહ બનશે અને યુરોપ બંજર ભૂમિ તરીકે તબદીલ થશે. બાબા વેંગાએ કહ્યું હતુ, જેમ બરફ હોય તેમ બધુ પિગળી જશે. ફક્ત એક વસ્તુને કોઈ હાથ લગાવી શકશે નહી. તે છે વ્લાદિમીરની શાન, રશિયાની શાન. કોઈ રશિયાને રોકી શકશે નહીં. બાબા વેંગાએ એવુ પણ કહ્યું હતુ કે રશિયા બધાને પોતાના માર્ગમાંથી હટાવી દેશે અને દુનિયા પર રાજ કરશે. 

કોણ હતા બાબા વેંગા?

બાબા વેંગાનું અસલી નામ વેન્ગેલિયા પાંડેવા ગુશ્તેરોવા હતુ. તેમનો જન્મ 1911માં બુલ્ગારિયામાં થયો હતો. જ્યારે તેઓ 12 વર્ષના હતા તો એક ભયંકર તોફાનના કારણે તેમની આંખોની રોશની જતી રહી હતી. ઘણા લોકોનું માનવુ છે કે આ તોફાનના કારણે બાબા વેંગા ભલે આંધળા થયા હોય પરંતુ ઈશ્વરે તેમને ભવિષ્ય જોવાની અનોખી શક્તિ આપી હતી. 85 વર્ષની ઉંમરે વર્ષ 1996માં બાબા વેન્ગાનું મોત થયુ હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ