બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / axar patel and meha patel wedding mohammad kaif reached at vadodara

વડોદરા / અક્ષર પટેલના લગ્નમાં આવ્યાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર, ફોટો શેર કર્યો, બીજા ખેલાડીઓને ટાઈમ ન મળ્યો

Hiralal

Last Updated: 10:16 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના લગ્નમાં હાજરી આપવા માટે મોહમ્મદ કૈફ વડોદરા આવ્યાં હતા.

  • ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે મેહા પટેલ સાથે વડોદરામાં કર્યાં લગ્ન
  • ટીમ ઈન્ડીયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી મોહમ્મદ કૈફ આવ્યાં
  • મેચમાં વ્યસ્ત હોવાથી ટીમ ઈન્ડીયાના બીજા ખેલાડીઓ ન આવી શક્યા 

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અક્ષર પટેલે વડોદરામાં મેહા પટેલ સાથે લગ્ન કરી લીધા છે. અક્ષરના લગ્નમાં ખાસ હાજરી આપવા માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફ આવ્યાં હતા. કૈફે ટ્વિટર પર એક ફોટો શેર કરીને અક્ષર અને મેહાને ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે. કૈફે લગ્ન પહેલા જ અક્ષર અને મેહા સાથે ફોટો ટ્વીટ કર્યો છે. કૈફે આ ફોટો ટ્વીટ કરવાની સાથે સાથે શુભેચ્છાઓ પણ આપી હતી.

કૈફ અને ઉનડકટે ફોટા શેર કર્યાં 
કૈફના આ ફોટોને ખૂબ જ ઓછા સમયમાં ટ્વિટર પર વધુ લોકોએ લાઈક કર્યો છે. સાથે જ ફેન્સે પ્રતિક્રિયા આપીને વર-વધૂના વખાણ કર્યા છે. જો આ ટ્વીટની પહોંચની વાત કરીએ તો તે 32 હજારથી વધુ લોકો સુધી પહોંચી ગઈ છે. અક્ષરના લગ્ન પહેલા જયદેવ ઉનડકટે પણ ફોટો શેર કર્યો હતો. ઉનડકટે મહેંદી સેરેમની સાથે જોડાયેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અક્ષરે આ લગ્નમાં ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓને આમંત્રણ આપ્યું હતું. પરંતુ વ્યસ્તતાને કારણે તેઓ પહોંચી શક્યા ન હતા.

અક્ષર પટેલે વડોદરામા મેહા પટેલ સાથે કર્યાં લગ્ન 
ક્રિકેટર અક્ષર પટેલ અને મેહાના લગ્ન વડોદરામાં થયા છે. અક્ષરના લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શોભાયાત્રામાં તે તેના નજીકના મિત્રો સાથે ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો. સાથે જ લગ્નમાં પહોંચ્યા બાદ મેહા ડાન્સ કરતી પણ જોવા મળી હતી.  આવામાં અક્ષર અને મેહા બ્લૂ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. આ બંનેના ફોટા પર ફેન્સ ઘણા પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ