બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Avoid eating these 4 food items during rainy season

તમારા કામનું / વરસાદમાં હેલ્થી ફૂડ પણ કરી શકે છે બીમાર, આ 4 વસ્તુઓથી રહેજો ખાસ દૂર, ડોક્ટરે આપી આ સલાહ

Vaidehi

Last Updated: 07:51 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીલા શાકભાજી હેલ્થ માટે સારા પરંતુ ચોમાસામાં તેનું સેવન કરતા પહેલાં ધ્યાન રાખજો. એક્સપર્ટસ્ કહે છે કે કેટલાક ફૂડ તમને બીમાર કરી શકે છે.

  • ચોમાસામાં બેક્ટેરિયા-વાયરસનું વધે છે પ્રમાણ
  • મોનસૂન દરમિયાન કેટલાક પ્રકારનાં ફૂડ્સ ન ખાવા
  • આ 4 પ્રકારનો ખોરાક લેવાથી પડી શકો છો બીમાર

ચોમાસા દરમિયાન વરસાદમાં ચા અને ભજીયા ખાવાનો આનંદ આવતો હોય છે જો કે કેટલાક લોકો પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને ભજીયા જેવી ચીજોની જગ્યાએ હેલ્ધી સબ્જી, જ્યૂસ, સલાડ વગેરે ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે ચોમાસા દરમિયાન આ પ્રકારનાં હેલ્ધી ફુડથી તમે બીમાર પણ પડી શકો છો. જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

એક્સપર્ટ એડવાઈઝ
IIMS દિલ્હીનાં ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજીમાં સીનિયર રેઝિડેંટ ડો. મનાલી અગ્રવાલ કહે છે કે મોનસૂન દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે જેના લીધે ભોજન દૂષિત થઈ જાય છે. આ દરમિયાન બેક્ટેરિયા, વાયરસ અને ફંગસમાં વધારો થઈ શકે છે.

વરસાદ દરમિયાન આ બીમારીઓનું જોખમ સૌથી વધુ
આવા પ્રકારની સીઝનમાં ભોજન સંબંધિત બીમારી એટલે કે ફૂડ પોઈઝનિંગ, સાલ્મોનેલા, ઈ કોલાઈ, રોટાવાયરસ, કૃમિ સંક્રમણ અને બેક્ટેરિયાને લીધે થનારા રોગ જેવા કે ગેસ્ટ્રોએંટેરાઈટિસ થઈ શકે છે. એટલું જ નહીં મચ્છરથી થતાં રોગ જેવા કે ડેંગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા વગેરેનો પણ ખતરો રહે છે.

વરસાદમાં આ 4 ફૂડ કરી શકે છે તમને બીમાર
લીલી શાકભાજી

પાંદડાવાળા શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે અતિ પૌષ્ટિક હોય છે. આ પ્રકારનાં શાકભાજી ખાવાથી તમારા શરીરને અનેક પ્રકારનાં ન્યૂટ્રીયન્સ પ્રાપ્ત થાય છે. પરંતુ ચોમાસાની સીઝનમાં હવામાન ભેજવાળું હોવાને લીધે આ પ્રકારનાં શાકભાજી થોડા જ સમયમાં બગડી જાય છે. પાલક અને કોબીજ જેવાં શાકભાજીઓમાં જીવાણું પેદા થઈ જાય છે. જેથી તે તમારી તબિયતને નુક્સાન પહોંચાડી શકે છે.

મશરૂમ
મશરૂમ હેલ્ધી ફૂડ છે પરંતુ હવામાં ભેજનાં વાતાવરણને લીધે મોનસૂન દરમિયાન મશરૂમમાં બેક્ટેરિયા કે ફંગલનું સંક્રમણ સૌથી વધારે થઈ જાય છે. મશરૂમ માટીની સૌથી નજીક હોય છે જેના લીધે તે વધુ ભેજની આસપાસ રહે છે. તેવામાં આ સીઝનમાં મશરૂમ ખાવાથી  બીમાર પડી શકાય છે.

જ્યૂસ અને અન્ય પેય પદાર્થ
ગરમીની સીઝનમાં જ્યૂસ સતત પીવું જ જોઈએ પરંતુ વરસાદનાં સમયે આ પીણું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. લારી પર જ્યૂસ વેંચનારાઓ મોટાભાગે ફ્રૂટ્સને કાપીને રાખતાં હોય છે જેના લીધે થોડી જ વારમાં તેમાં બેક્ટેરિયા જન્મ લઈ લે છે. આ પ્રકારનો ફ્રૂટ જ્યુસ પીવાથી તમારી તબિયત બગડી શકે છે. 

જંક ફૂડ
વરસાદની સીઝનમાં નાના-નાના વિવિધ જીવાણુંઓ જન્મ લે છે. તેવામાં શક્ય છે કે બહારનાં સ્ટ્રીટ ફૂડ્સમાં આ પ્રકારનાં જીવાણુંઓ બેસે. આ સિવાય ગંદુ પાણી, સડેલા શાકભાજી વગેરેનાં ઉપયોગથી પકવેલ ફૂડ તમને બીમાર પાડી શકે છે. તેથી વરસાદી સીઝનમાં બહારનું ફૂડ ન ખાવું જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ